હવે મોદી આપની ફરિયાદ હિન્દીમાં નહીં સાંભળે!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપે લગભગ જ અંગ્રેજીમાં વાત કરતા કે ભાષણ કરતા સાંભળ્યા હશે. તેઓ હંમેશા હિન્દીમાં વાત કરે છે અને હિન્દીમાં જ પ્રમોટ કરે છે, પરંતુ હવે જ્યારે તેઓ દેશના વડાપ્રધાન બની ગયા છે તો તેમણે લોકોની હિન્દીમાં ફરિયાદ અથવા સૂચનો સાંભળવાનું બંધ કરી દીધું છે. વડાપ્રધાન કાર્યાલયે વડાપ્રધાનની ઓફિશિયલ વેબસાઇટ પર લોકોની ફરિયાદ અને સૂચનો માટે નવી કોલમની શરૂઆત કરી છે.

આ કોલમ થકી આપ પોતાનો સંદેશો અને સૂચનો અથવા તો ફરિયાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકો છો, પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે આપ હિન્દીમાં સંદેશ મોકલી શકશો નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપે જવલ્લે જ અંગ્રેજીમાં સંબોધન કરતા જોયા હશે, બાકી તેમણે આખો ચૂંટણી પ્રચાર હિન્દીમાં જ કર્યો હતો. છતાં જનતા પોતાની ભાષામાં મોદીને સંદેશો મોકલી શકતા નથી. જેમને અંગ્રેજી નથી આવડતું તેમના માટે પીએમની પાસે ઇંટરનેટ દ્વારા મેસેજ કરવો સંભવ નથી.

જી હાં, પીએમઓની વેબસાઇટ http://pmindia.nic.in/ પર જઇને સૌથી નીચે 'Interact with Hon'ble PM' પર જ્યારે આપ ક્લિક કરશો તો આપને મેસેજ ટાઇપ કરવાનું વિકલ્પ આવશે. મેસેજ ટાઇપ કરવા માટે એક બોક્સ હશે. આ બોક્સમાં આપ 1000 કેરેક્ટર્સમાં સંદેશ લખીને વડાપ્રધાનને મોકલાવી શકો છો. આની સાથે આપે સબ્જેક્ટ, નામ, એડ્રેસ અને ઇ-મેલ આઇડી પણ લખવું પડશે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપ સંદેશ માત્ર અંગ્રેજીમાં જ લખી શકશો. જેમને અંગ્રેજી નથી આવડતી તેઓ વડાપ્રધાન સુધી પોતાની વાત પહોંચાડી શકે તેમ નથી.

pmo
એટલું જ નહીં અહીં એક સમસ્યા એ પણ છે કે આપે જે વાત પીએમ સુધી પહોંચાડી તેનો કોઇ રેકોર્ડ નથી. મેસેજ મળવાનો જે જવાબ આવે છે તેમાં એ ઉલ્લેખ નથી થતો કે આપની ફરિયાદ કેવી હતી. એટલે કે આપની પાસે છેલ્લી ફરિયાદનો કોઇ રેકોર્ડ નથી.

સીએમ સુધી પોતાની વાત પહુંચાડવાનમાં ત્રીજી સમસ્યા એ છે કે આપ કોઇ એટેચમેન્ટ મોકલી નથી શકતા. આ એટલા માટે જરૂરી છે કે ફરિયાદની શબ્દ મર્યાદા છે. 1000 શબ્દોની મર્યાદા હોવાથી જો એટેચમેન્ટની સિસ્ટમ હોત તો વધું સરળતા રહેત.

English summary
PMO has launched a website 'Interact with Hon'ble PM'. One can easily write his or her queries, complaints and suggestions to the prime minister through the website. But the portal only accepts roman script.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X