For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમ યુવકોને નો-એંટ્રી: ભાજપ ધારાસભ્ય

|
Google Oneindia Gujarati News

usha thakur
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: દેશમાં વધતા લવ ઝેહાદના મામલાઓને રોકવા માટે અજીબ-ગઝબ પ્રકારની રીતો હાથ ધરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં એક ભાજપ વિધાયક ઉષા ઠાકુરે પાર્ટી કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે કે તેમના ક્ષેત્રમાં નવરાત્રી દરમિયાન ગરબામાં મુસ્લીમ યુવકોના પ્રવેશ પર પ્રતિબંધ રહે.

એટલું જ નહીં કાર્યકર્તાઓને જણાવ્યું છે કે તેઓ યુવતીઓના પહેરવેશનું વિશેષ ધ્યાન રાખે. ચિમનબાગમાં વિધાયક ઉષા ઠાકુરે રવિવારે વિધાનસભા ક્ષેત્ર 3ના બંને મંડળો અને બૂથ સ્તરના કાર્યકર્તાઓની બેઠક બોલાવી.

કાર્યકર્તાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ દરેક ગરબા મંડળ પર ચાંપતી નજર રાખે. મંડળ અધ્યક્ષોને પંડાલોમાં દેખરેખ માટે બૂથ સ્તરના કાર્યકર્તાઓને ખડેપગે કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ સમાચાર અનુસાર ઉષા ઠાકુરે જણાવ્યું કે 'જો મુસ્લિમ યુવક ગરબા કાર્યક્રમોમાં ભાગ લેવા ઇચ્છે છે તો તેમને પહેલા હિંદુ ધર્મ અપનાવો પડશે. માથા પર તિલક લગાવીને મુસ્લિમ યુવક ઓર્ગેનાઇઝર્સને છેતરીને ગરબા કાર્યક્રમોમાં ઘુસી જાય છે અને હિંદુ છોકરીઓ સાથે ઓળખ વધારે છે. હું ઓર્ગેનાઇજર્સને પત્ર લખીને માંગ કરીશ કે આ કાર્યક્રમોમાં સામેલ થવા માટે તેઓ વોટર આઇડી કાર્ડ બતાવવું ફરજીયાત રાખે. સાથે જ કાર્યક્રમોમાં માત્ર હિંદુ યુવકોને જ ભાગ લેવા દેવામાં આવે.'

કાર્યકર્તાઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે ગરબામાં આવનાર યુવક યુવતીઓના પહેરવેશ પર પણ ધ્યાન રાખવામાં આવે. ખાસ કરીને યુવતીઓના પહેરવેશ પર ધ્યાન આપે. લો વેસ્ટ ઘાઘરો અને બેકલેસ ચોળી પહેરવા પર પાબંદી રહેશે, જે યુવતીઓના પોશાક અનુકુળ ના હોય તેમને ગરબામાં ભાગ લેવા પર રોકવામાં આવે.

English summary
Dont give entry muslim boys in Garba to stop 'Love jihad', says BJP MLA Usha Thakur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X