ઉંમર પર ના જાવ, બાળકોની જેમ ટોફી અંગે વિચારે છે રાહુલ: મોદી
હજારીબાગ, ઝારખંડ, 15 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર 'ટોફી'મુદ્દે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે રાહુલ પાસે મગજ નથી. તેઓ બાળક જેવા વિચારો કરે છે.
નરેન્દ્ર મોદીએ 15 રાજ્યોમાં થ્રીડી રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે તેમની ઉંમર પર જશો નહીં, માનસિક રીતે તેઓ પરિપક્વ નથી. આ કારણે જ તેઓ ટોફી વિશે વાતો કરતા રહે છે.

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હજી દિલથી તો તેઓ બાળક જેવા જ છે. જો તેઓ પરિપક્વ હોત તો તેમને ખ્યાલ હોત કે ગુજરાત સરકારના 300 જેટલાં મોડેલને સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ભારત સરકારે ટોફીઝ (ટ્રોફીઝ)થી નવાજ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાત મોડેલ વિકાસનું ટોફી મોડેલ છે. જ્યાં ગરીબોની જમીન, ઉદ્યોગુપતિઓને કોડીઓના ભાવે વેચી દેવામાં આવે છે. આ ભાવ ટોફીની કિંમત જેટલા જ હતા.
મહારાષ્ટ્રના લાતુરમાં રેલીને સંબોધિત કરતા રાહુલે જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર એક ઉદ્યોગપતિનો વિકાસ થયો છે. જ્યારે મજુર અને ખેડૂતો ભૂખ્યા મરે છે.












Click it and Unblock the Notifications
