For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુરદર્શનની નવી ટેકનોલોજી : 600 ચેનલો ફ્રી જોવા મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : ડાયરેક્ટ ટુ હોમના દર્શકો માટે આનંદના સમાચાર છે. દૂરદર્શન ટૂંક સમયમાં દુનિયાની અત્‍યાધુનિક પ્રસારણ ટેક્‍નોલોજી ડીવીટી 2નો ઉપયોગ શરૂ કરશે. આમ કરવાથી ફ્રી ટુ એર (એફટીએ) ચેનલ્સની સંખ્યામાં વધારો થશે. દૂરદર્શનની નવી ટેકનોલોજી મારફતે 600થી વધુ ફ્રી ચેનલો આપણા ટીવી સુધી મફતમાં પહોંચશે. નવી ટેક્‍નોલોજી મારફત પેઇડ ચેનલો પણ ફ્રીમાં દેખાડવામાં આવશે.

આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નવા ટ્રાન્‍સમીટર દેશભરમાં લગાવવામાં આવી રહ્યા છે. દૂરદર્શનની આ સેવા માર્ચમાં શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માટે કોઇ વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

કેવી છે નવી ટેકનોલોજી?

કેવી છે નવી ટેકનોલોજી?

ટીવી ચેનલ દેખાડવા માટે દેશમાં બે પ્રકારની વ્‍યવસ્‍થા છે. એક તો સેટેલાઇટ દ્વારા ચેનલ દેખાડવામાં આવે. હાલમાં તેના દ્વારા ચેનલો બતાવાઇ રહી છે. બીજું ટ્રાન્‍સમીટરો દ્વારા પ્રસારણ કરવામાં આવે. ટ્રાન્‍સમીટરો મારફત પ્રસારણનો અધિકાર માત્ર દૂરદર્શનને જ છે. ડીવીટી-2 (ડિઝિટલ વીડિયો બ્રોડકાસ્‍ટ ટેરેસ્‍ટ્રિયલ) ટેક્‍નોલોજી અંતર્ગત દૂરદર્શન તેના ટ્રાન્‍સમીટરોને ડિઝિટલ બનાવી રહ્યું છે.

દૂરદર્શનની પ્રસારણ ક્ષમતામાં વધારો

દૂરદર્શનની પ્રસારણ ક્ષમતામાં વધારો

નવી ટેકનોલોજીથી દૂરદર્શનની ક્ષમતા એક ચેનલની જગ્‍યાએ દસ ચેનલ દેખાડવાની થઇ જશે. અત્‍યાર સુધી આ ટેક્‍નોલોજીનો પ્રયોગ માત્ર બ્રિટેન અને અન્‍ય યુરોપિયન દેશોમાં થઇ રહ્યો છે. આથી સેટેલાઇટ પર ભાર ઘટશે.

કંપનીઓને પણ ફાયદો થશે

કંપનીઓને પણ ફાયદો થશે

કેટલીક ક્ષેત્રીય કંપનીઓને તેની ચેનલ દેશના કેટલાક વિસ્‍તારો પૂરતી જ બતાવવાની હોય છે પણ સેટેલાઇટને લીધે તેની ચેનલ આખા દેશમાં ચાલે છે. જેથી હવે દૂરદર્શનને બહુ જ ઓછા ચાર્જ ચૂકવીને કંપનીઓ તેના પસંદગીના વિસ્‍તારોમાં પ્રસારણ કરાવી શકશે. દૂરદર્શન દ્વારા ચેનલ બતાવવી સેટેલાઇટની સરખામણીએ 25 ટકા સસ્‍તુ પડશે.

મહત્તમ ફ્રી ચેનલ્સ

મહત્તમ ફ્રી ચેનલ્સ

દૂરદર્શનના એન્‍જીનિયર ઇન ચીફ હરીશ કુમાર વાઘવાના જણાવ્‍યા અનુસાર ડીવીટી 2 દુનિયાની સૌથી આધુનિક ટેક્‍નોલોજી છે. આના ઉપયોગથી દૂરદર્શનની ક્ષમતા ઘણી વધી જશે. અમારો પ્રયાસ વધુમાં વધુ ફ્રી ચેનલોને સામાન્‍ય લોકો સુધી પહોંચાડવાનો છે.

દુરદર્શનના ટ્રાન્સમીટર્સ ઘટશે

દુરદર્શનના ટ્રાન્સમીટર્સ ઘટશે

હાલમાં દૂરદર્શનના 1415 ટ્રાન્‍સમીટર છે. જેની સંખ્‍યા ડીવીટી 2ના આગમન બાદ 630 થઇ જશે. હાલમાં કુલ ચેનલોમાંથી લગભગ 162 ચેનલો જ પેઇડ છે. વર્તમાનમાં દેશમાં લગભગ 834 ચેનલો બતાવાઇ રહી છે.

સેટ ટોપ બોક્સની જરૂર નહીં

સેટ ટોપ બોક્સની જરૂર નહીં

દૂરદર્શન તરફથી પ્રસારિત થતી તમામ ચેનલો ડીવીટી 2 સુવિધાવાળા ટીવીમાં સાધારણ એન્‍ટેના લગાવીને જોઇ શકાશે. તેમજ જૂના ટીવીમાં માત્ર એક ડોંગલ લગાવીને આ ચેનલોને જોઇ શકાશે અને સેટ ટોપ બોક્‍સની જરૂર નહીં રહે.

મોબાઇલ -લેપટોપ પર પણ જોઇ શકાશે

મોબાઇલ -લેપટોપ પર પણ જોઇ શકાશે

મોબાઇલ, લેપટોપ, ટેબલેટ વિ.પર પણ તમામ ફ્રી ચેનલો જોઇ શકાશે. આ માટે દૂરદર્શન વિશેષ ડીવીટી 2 લાઇટ ટેક્‍નોલોજીનો પ્રયોગ કરી રહ્યું છે. જેના દ્વારા ડિઝિટલ સિગ્નલ સરળતાથી મોકલી શકાય છે.

શું છે આ ટેક્‍નોલોજી?

English summary
Doordarshan to Start 600 hundred FTA channel with new Technology
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X