એન્કાઉન્ટર પછી 8 નક્સલીઓની લાશ લઈને પાછા ફર્યા સુરક્ષાકર્મીઓ
નક્સલીઓ સાથે થયેલા એન્કાઉન્ટમાં ગુરુવારે સુરક્ષાકર્મીઓ ઘ્વારા 8 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. નક્સલીઓની લાશ લઈને સુરક્ષાકર્મીઓ જંગલથી બહાર બિજાપુર પહોંચી ચુક્યા છે.
નક્સલીઓ સાથે થયેલા એન્કાઉન્ટમાં ગુરુવારે સુરક્ષાકર્મીઓ ઘ્વારા 8 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. નક્સલીઓની લાશ લઈને સુરક્ષાકર્મીઓ જંગલથી બહાર બિજાપુર પહોંચી ચુક્યા છે. આપણે જણાવી દઈએ કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને એસટીએફ ટીમ ઘ્વારા ભેગા મળીને કરવામાં આવેલા ઓપરેશનમાં આ નક્સલીઓને મારવામાં આવ્યા છે. બધા જ નક્સલીઓની લાશ મેળવી લેવામાં આવી છે. મરનારમાં ત્રણ મહિલાઓ પણ શામિલ છે. આ લોકો પાસેથી 2 ઇન્સેન્સ રાઇફલ, બે 303 રાઇફલ અને એક 12 બોરની રાઇફલ મળી આવી છે.

જાણકારી અનુસાર આ એન્કાઉન્ટર આજે સવારે શરુ થયું છે. પ્રદેશના ડીઆઈજી એન્ટી નક્સલ ઓપરેશન સુંદરરાજ પી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડીઆઈજી અને એસટીએફ ટીમ આ ઓપરેશનમાં જોડાયેલી છે. તેમને આ વાતની જાણકારી મળી હતી કે કેટલાક નક્સલીઓ જંગલમાં સંતાયા છે ત્યારપછી નક્સલીઓની ઘેરાબંધી કરવામાં આવી. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર સુરક્ષાબળો ઘ્વારા જયારે ઘેરાબંધી કરવામાં આવી ત્યારે નક્સલીઓ તરફથી ફાયરિંગ ચાલુ કરી દેવામાં આવી. ઘટનાસ્થળ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર પણ મેળવવામાં આવ્યા.
રાજનંદગામ એસએસપી વાયપી સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે મહિલા નક્સલી મારવામાં આવી છે તેનું નામ ઝરીના છે. તેની ઉપર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. ઓધી વિસ્તારમાં અમને નક્સલીઓની ગતિવિધિ વિશે માહિતી મળી હતી ત્યારપછી અમે તેમને પકડવા માટે ઘેરાબંધી કરી દીધી. પરંતુ જયારે નક્સલીઓને ઘેરાબંધીનો આભાસ થયો તેમને તરત ફાયરિંગ ચાલુ કરી દીધી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
