પેશાબ પીવડાવ્યો, ગુપ્તાંગને પણ નુકસાન પહોંચાડ્યું, પોલીસે હેવાન બની 3 કલાક કર્યું ટોર્ચર

કર્ણાટક રાજ્યમાં આવેલા મહાનગર બેંગ્લોરમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના કથિત ટોર્ચરની ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર પીડિતનું નામ તૌસીફ છે, તેને કથિત રીતે 3 કલાક સુધી ટોર્ચર કરવામાં આવ્યો હતો.

બેંગ્લોર : કર્ણાટક રાજ્યમાં આવેલા મહાનગર બેંગ્લોરમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના કથિત ટોર્ચરની ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર પીડિતનું નામ તૌસીફ છે, તેને કથિત રીતે 3 કલાક સુધી ટોર્ચર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના પ્રાઈવેટ પાર્ટને પણ નુકસાન કરવામાં આવ્યું હતું અને પાણીને બદલે તેમને પેશાબ આપવામાં આવ્યો હતો.

આ ઘટના 01 ડિસેમ્બર, 2021ની છે. રિપોર્ટ અનુસાર પોલીસને 1 ડિસેમ્બરના રોજ તૌસીફ અને અકબર નામના બે વ્યક્તિઓ વચ્ચે અંગત લડાઈની માહિતી મળી હતી. કોલ મળતા જ પોલીસે દરમિયાનગીરી કરી અને તૌસીફની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે તૌસીફને ટોર્ચર કર્યો હતો.

પહેલા માર માર્યો, પછી પીવડાવ્યો પેશાબ

પહેલા માર માર્યો, પછી પીવડાવ્યો પેશાબ

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત તૌસીફને પોલીસ કસ્ટડીમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ ઘટનાબેંગ્લોરના બ્યાતરાયણપુરા પોલીસ સ્ટેશનની છે. પીડિતના નિવેદન અનુસાર તેના પર હુમલો કરવામાં આવ્યો અને પાણી માંગવા પર તેને બોટલમાં પેશાબ આપવામાંઆવ્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટને પણ કથિત રીતે નુકસાન કરવામાં આવ્યું હતું.

PSIએ બળજબરીપૂર્વક મુંડાવી દાઢી

PSIએ બળજબરીપૂર્વક મુંડાવી દાઢી

આ ઘટનામાં સબ ઈન્સ્પેક્ટરની પણ સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પીડિતના ધર્મ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર હરીશ દ્વારા તેની દાઢી પણ બળજબરીથી કપાવી દેવામાં આવી હતી.

હવે આ ઘટનાની કરવામાં આવી રહી છે તપાસ

હવે આ ઘટનાની કરવામાં આવી રહી છે તપાસ

આ ઘટના સામે આવ્યા બાદ હવે પોલીસ-પ્રશાસન આ ઘટનાની તપાસમાં લાગી ગયું છે. આરોપોની તપાસ માટે ACP સ્તરના અધિકારીની નિમણૂક કરવામાં આવીછે.

શહેરમાં આ ઘટનાએ જોર પકડ્યું છે. અનેક સ્થાનિક નેતાઓએ ઘટનાની નિંદા કરી છે. આ ઘટનાનો તપાસ અહેવાલ DCP પશ્ચિમ ઝોન, બેંગ્લરને સુપરત કરવામાટે કહેવામાં આવ્યું છે.

આદેશ અનુસાર DCP પશ્ચિમ ઝોન, બેંગ્લરને રિપોર્ટ સબમિટ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X