'નિતિન ગડકરીના ડ્રાઇવર અને એકાઉન્ટ તેમની કંપનીના ડાયેક્ટર છે'

ગડકરીની કંપની 'પૂર્તિ પાવર એન્ડ શુગર લિમિટેડ' ને આઇઆરબી (આઇડિયલ રોડ બિલ્ડર્સ) કંપનીએ 164 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. આ તે જ કંસ્ટ્રક્શન કંપની છે જેને ગડકરીએ પીડબલ્યૂડી મુંબઇ-પુણે એક્સપ્રેસના નિર્માણ સહિત કેટલાય કોન્ટ્રાક્ટ્સ અપાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આઇઆરબી સિવાય પૂર્તિમાં 16 કંપનીના શેર છે. કંપનીના રજિસ્ટ્રાર પાસે મળતી માહિતી અનુસાર પાંચ કંપનીઓ અંધેરી-કુર્લા રોડ સ્થિત સ્લમ એરિયા પાસેના રૂમનું સરનામું રજિસ્ટર્ડ છે. ચાર કંપનીઓનું સરનામુ તો ઝુગ્ગીવાસીઓ માટે બનાવવામાં આવી રહેલ બિલ્ડિંગનું સરનામુ છે.
અગત્યની વાત તો એ છે કે આ કંપનીઓના ડાયેક્ટરના હોદ્દા પર તેમના સંબંધીઓ, ડ્રાઇવર અને એકાઉન્ટન્ટ છે.












Click it and Unblock the Notifications
