Dudhwa Tiger Reserve : વાઘના મોતના મામલામાં CM યોગીએ માંગ્યો રિપોર્ટ, આપ્યા તપાસના આદેશ
Dudhwa Tiger Reserve: દુધવા ટાઈગર રિઝર્વમાં વાઘના મોત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કડક વલણ દાખવી રહ્યા છે. તેમણે સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્યો હતો અને સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર તપાસ રિપોર્ટ માંગ્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલાની તપાસના આદેશ આપવાની સાથે અધિકારીઓને વાઘના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પણ જણાવ્યું છે. આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગીએ ગુરુવારના રોજ અધિકારીઓને વાઘના અકાળે મૃત્યુની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે વનમંત્રી, વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને વન વિભાગના અન્ય અધિકારીઓને તાત્કાલિક દુધવા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા અને ઝીણવટભરી તપાસ કરી અહેવાલ સુપરત કરવા નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
