For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SITની 9 કલાકની પૂછપરછમાં નરેન્દ્ર મોદીએ એક કપ ચા પણ નહોતી લીધીઃ આરકે રાઘવન

એસઆઈટીના પ્રમુખ રહેલા આરકે રાઘવને પોતાના પુસ્તકમાં નરેન્દ્ર મોદી વિશે ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એસઆઈટીના પ્રમુખ રહેલા આરકે રાઘવને પોતાના પુસ્તકમાં ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. ગુજરાતના રમખાણોની તપાસ માટે પોતાના પુસ્તકમાં આરકે રાઘવને ઘણા ખુલાસા કર્યા છે. વર્ષ 2002ના ગુજરાત રમખાણોની તપાસ દરમિયાન એસઆઈટીના પ્રમુખ આરકે રાઘવને પોતાના નવા પુસ્તક 'એ રોડ વેલ ટ્રાવેલ્ડ'માં ગુજરાત રમખાણોની તપાસ વિશે લખ્યુ છે કે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીની 9 કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી. એસઆઈટીએ તેમની સતત 9 કલાક સુધી પૂછપરછ કરી, તેમને 100 સવાલ પૂછ્યા પરંતુ તેમણે એક કપ ચા પણ ના પીધી અને ખૂબ જ સંયમથી અને શાંતિથી બધા સવાલોના જવાબ આપ્યા.

એક કપ ચા પણ ન લીધી

એક કપ ચા પણ ન લીધી

પોતાના નવા પુસ્તકમાં રાઘવે કહ્યુ કે નરેન્દ્ર મોદી SITની પૂછપરછમાં 9 કલાક સુધી શાંતિ અને સંયમથી બેઠા રહ્યા. 100 સવાલોમાંથી દરેકનો તેમણે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ કે આ પૂછપરછ દરમિયાન તેમણે તપાસકર્તાઓની એક કપ ચા પણ નહોતી લીધી. તેમણે પોતાના પુસ્તકમાં નરેન્દ્ર મોદી પૂછપરછ માટે ગાંધીનગરમાં એસઆઈટી કાર્યાલયમાં આવવા માટે સરળતાથી તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાનતે પોતાની સાથે એક પાણીની બોટલ લઈને આવ્યા હતા.

કોઈ પણ સવાલને ટાળ્યો નહિ

કોઈ પણ સવાલને ટાળ્યો નહિ

તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી રહેવા દરમિયાન નરેન્દ્ર મોદીએ તપાસ દરમિયાન અમારા વલણની ભાવનાઓને સમજી અને ગાંધીનગર સ્થિત એસઆઈટીના કાર્યાલયમાં આવવા માટે સરળતાથી તૈયાર થઈ ગયા. રાઘવને કહ્યુ કે મોદીની પૂછપરછ એસઆઈટીના કાર્યાલયમાં મારા રૂમમાં 9 કલાક સુધી ચાલી. મોડી રાત સુધી આ પૂછપરછ ચાલી. તેમણે કોઈ પણ સવાલને ટાળ્યો નહોતો. તેમણે લંચ માટે પણ ના પાડી દીધી અને ખુદ પોતાની સાથે પાણીના બોટલ લઈને આવ્યા હતા. તેમણે પુસ્તકમાં લખ્યુ કે પૂછપરછ દરમિયાન મોદીના નાના બ્રેક માટે સંમત કરાવવા ઘણી મહેનત કરવી પડી હતી.

રાઘવન સીબીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

રાઘવન સીબીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત એસઆઈટીના પ્રમુખ બનતા પહેલા રાઘવન પ્રમુખ તપાસ એજન્સી સીબીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તે બોફોર્સ કૌભાંડ, વર્ષ 2000 દક્ષિણ આફ્રિકા ક્રિકેટ-મેચ ફિક્સિંગ કેસ અને ચારા કૌભાંડ સાથે સંબંધિત કેસો સાથે પણ જોડાયેલા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2012માં એસઆઈટીએ પોતાન ક્લોઝર રિપોર્ટમાં મોદી સહિત 63 અન્ય લોકોને ક્લીન ચીટ આપી હતી.

India-US વચ્ચે રક્ષા સમજૂતી પર લાગશે મ્હોર, સેનાને થશે ફાયદોIndia-US વચ્ચે રક્ષા સમજૂતી પર લાગશે મ્હોર, સેનાને થશે ફાયદો

English summary
During 9-hour questioning in Gujarat riots case, PM Modi didn't accept even tea says then SIT chief in his new book.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X