હવે મુલાયમે પણ કહ્યું જલદી યોજાશે લોકસભાની ચૂંટણી

મુલાયમ સિંહે કહ્યું હતું કે દેશની પ્રજા મોંઘવારીના કારણે ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે લાગી રહ્યું છે કે સરકાર પાંચ વર્ષ પુરા કરી શકશે નહી. માટે હું મારી પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તે હવે મહેનત શરૂ કરી દે જેથી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી વધુમાં વધુ સીટ મેળવી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમય કરતાં પહેલાં યોજાવવાની વાત રવિવારે જેડીયૂ સુપ્રિમો શરદ યાદવે પણ કરી હતી. જ્યારે રવિવારે પોતાના નવા કેબિનેટ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સરકારના સિપાહી પહેલાં કરતાં સારું પ્રદર્શન કરશે. તેમને કહ્યું હતું કે તેમને લાગતું નથી કે 2014 પહેલાં સામાન્ય ચૂંટણી યોજાય પરંતુ તે તરફ ઇશારો કર્યો હતો કે સરકાર માટે આવનાર દિવસો પડકારરૂપ હશે.












Click it and Unblock the Notifications
