કર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના ઝાટકા, લોકો ઘરથી બહાર નીકળ્યા
કર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના ઝાટકા, લોકો ઘરથી બહાર નીકળ્યા
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે શઉક્રવારે સવારે ઝારખંડ અને કર્ણાટકમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા, ઝારખંડના જમશેદપુરમાં આજે સવારે 6.55 વાગ્યે ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા, વૈજ્ઞાનિકએ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 જણાવી છે જ્યારે કર્ણાટકના હિમ્પીમાં પણ આજે સવારે 6.55 વાગ્યે ધરતી હલવા લાગી, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામા આવી છે. મીડિયા સૂત્રો મુજબ જેવી જ ધરતી હલતી માલૂમ થઈ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને રસ્તા પર આવી ગયા, હાલ કોઈપણ પ્રકારની જાનમાલના નુકસાનના સમાચાર નથી.

કર્ણાટક અને ઝારખંડમાં ભૂકંપના ઝાટકા
જણાવી દઈએ કે બુધવારે ભારત- બાગ્લાદેશ સીમા પર ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા. જે બાદ લોકો ઘરેથી નીકળી ખુલ્લા મેદાન તરફ ભાગવા લાગ્યા હતા, વૈજ્ઞાનિકોએ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 જણાવી છે. જેની સાથે જ તેનું કેન્દ્ર રાજધાની ઢાકા પાસે જણાવવામાં આવી રહ્યું છે. હાલ કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાનના સમાચાર નથી આવ્યા. જણાવી દઈએ કે પાછલા દોઢ મહનામાં દિલ્હી-એનસીઆરમાં 11 વાર ભૂકંપના ઝાટકા લાગી ચૂક્યા છે, જણાવવામાં આવી રહ્યું છે કે દિ્લહી-એનસીઆરમાં ધરતીની અંદર પ્લેટો એક્ટિવ થતા ઉર્જા નીકળી રહી છે, જેનાથી ઝાટકા મહેસૂસ થઈ રહ્યા છે.

મોટા ભૂકંપની આહટ છે આ ઝાટકા
ભૂકંપને લઈ કેટલીક સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આવા પ્રકારે ભૂકંપના નાના ઝાટકા મોટા ભૂકંપની આહટ હોય છે. યૂએસના લૉસ અલામૉસ નેશનલ લેબોરેટ્રીના એક રપોર્ટ મુજબ પાછલા વર્ષે કેલિફોર્નિયામાં 4.0 તીવ્રાના ઝાટકા પહેલા આવી રીતે જ હળવા ઝાટકા મહેસૂસ થયા હતા.

ભૂકંપ શું હોય છે
પૃથ્વીની સપાટી ધ્રુજે તેને ભૂકંપ કહેવાય છે. આ પૃથ્વીના સ્થળમંડળમાં અચાનક ઉર્જા મુક્ત થઈ જવાના કારણે ઉત્પન્ન થતી ભૂકંપીય તરંગોને કારણે થાય છે. ભૂકંપ બહુ હિંસાત્મક હોય શકે છે અને આખા શહેરને ધ્વસ્ત કરવાની તેની ક્ષમતા હોય છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
