કર્ણાટકમાં ભૂકંપ, બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં ઝટકા

કર્ણાટકના બે શહેરોમાં આજે સવારમાં જ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

બેંગલુરુઃ કર્ણાટકના બે શહેરોમાં આજે સવારમાં જ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રાજધાની બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરા જિલ્લામાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા આવ્યા. જેનાથી લોકોના ડર ફેલાઈ ગયો અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા. જો કે, રાહતની વાત એ રહી કે બંને શહેરોમાં ભૂકંપની તીવ્રતા બહુ વધુ નહોતી. ભૂકંપથી જાનમાલનુ કોઈ નુકશાન થયાના સમાચાર નથી.

earthquake

નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી(એનએસસી) તરફથી માહિતી આપવામાં આવી છે કે આજે સવારે કર્ણાટકના બેંગલુરુના ઉત્તર-પૂર્વોત્તરમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બેંગલુરુથી લગભગ 70 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બુધવારે સવારૈ સાત વાગીને નવ મિનિટે 11 કિલોમીટર ઉંડાણમાં ભૂકંપનુ કેન્દ્ર હતુ. ત્યારબાદ અમુક મિનિટ પછી સવારે સાત વાગીને 14 મિનિટે એક વાર ફરીથી 3.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા.

ચિક્કાબલ્લાપુરામાં પણ અનુભવાયા ઝટકા

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરામાં પણ બુધવારે સવારે બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા. ચિક્કાબલ્લાપુરામાં સવારે લગભગ સાત વાગીને 14 મિનિટે ભૂકંપ આવ્યો. કર્ણાટકરના નેચરલ ડિઝાસ્ટર મૉનિટરિંગર સેન્ટરે જણાવ્યુ કે ચિક્કાબલ્લાપુરા જિલ્લામાં આજે સવારે 2.9 અને 3.0ની તીવ્રતાના બે ભૂકંપ નોંધવામાં આવ્યા.

કેવી રીતે આવે છે ભૂકંપ

ભૂકંપ આવવાના કારણોની વાત કરીએ તો ધરતીની અંદર સાત પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહે છે. આ પ્લેટ્સ પરસ્પર ટકરાયા બાદ એક ફૉલ્ટ લાઈન ઝોન બની જાય છે. ત્યારબાદ સપાટીના ખૂણા વળી જાય છે જેના કારણે પ્લેટ્સ તૂટવા લાગે છે. પ્લેટ્સ તૂટવાના કારણે અંદરની જે એનર્જી બહારના રસ્તા શોધે છે એનાથી ધરતી હલે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X