દિલ્હી એનસીઆર માં ભૂકંપ, હરિયાણા સોનીપત હતું કેન્દ્ર
દિલ્હી એનસીઆર માં રવિવારે બપોરે હલકા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રીએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 આંકવામાં આવી છે.
દિલ્હી એનસીઆર માં રવિવારે બપોરે હલકા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રીએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 આંકવામાં આવી છે. આ ભૂકંપમાં કોઈને પણ નુકશાન થયાની ખબર નથી આવી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણા સોનીપત હતું.

હરિયાણા સોનીપત હતું ભૂકંપનું કેન્દ્રં
ભૂકંપ પછી હરિયાણાના સોનીપતમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા. લોકોનું કહેવું હતું કે તેઓ એકદમ ગભરાઈ ગયા. ભૂકંપના ઝટકા થોડા જ સમયમાં બંધ થઇ ગયા ભૂકંપને કારણે કોઈને પણ નુકશાન થવાની ખબર નથી આવી. બધા જ લોકો સુરક્ષિત છે.

આ વાતોનું રાખો ધ્યાન
જો તમે કોઈ બિલ્ડિંગની અંદર છો તો નીચે બેસી જાવ અને કોઈ મજબૂત ફર્નિચરની નીચે જતા રહો. જો કોઈ ટેબલ કે એવુ કોઈ ફર્નિચર ન હોય તો પોતાના ચહેરા અને માથાને હાથેથી ઢાંકી લો અને રૂમના કોઈ ખૂણામાં લપાઈને બેસી જાવ.

ઈમારતની બહાર હોવ તો, વૃક્ષ, થાંભલા અને વાયરોથી દૂર હટો
જો તમે બિલ્ડિંગની બહાર હોવ તો ઈમારત, વૃક્ષ, થાંભલા અને વાયરોથી દૂર હટી જાવ. જો તમે કોઈ વાહનમાં છો તો બને તેટલુ જલ્દી વાહન રોકી દો અને વાહનની અંદર જ બેસી રહો. જો તમે કાટમાળમાં દબાઈ ગયા હોવ તો માચિસ ક્યારેય ન સળગાવશો, હલશો નહિ અને કોઈ વસ્તુને ધક્કો ના મારશો.

ઘરમાં હંમેશા આપત્તિ કિટ તૈયાર રાખો
પોતાના ઘરમાં હંમેશા આપત્તિ કિટ તૈયાર રાખો. ઘરના દરવાજા અને બારીઓને ખુલ્લી રાખો. ઘરની વિજળીની સ્વીચને અડશો નહિ. મોબાઈલનો ઉપયોગ ના કરો. જો તમે કોઈ બિલ્ડિંગમાં છો તો લિફ્ટનો ઉપયોગ ના કરો, સીડીઓનો જ ઉપયોગ કરો.












Click it and Unblock the Notifications
