મહારાષ્ટ્રના નાસિક પાસે આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6
મહારાષ્ટ્રના નાસિક પાસે બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક પાસે બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી તેમ નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી(એનસીએસ)એ જણાવ્યુ હતુ. એનસીએસના જણાવ્યા મુજબ નાસિકથી 89 કિલોમીટર પશ્ચિમમાં સવારે લગભગ 4 વાગે પૃથ્વીની સપાટીથી નીચે ટેક્ટોનિક પ્લેટોની હલચલ અનુભવાઈ. ભૂકંપની ઉંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. આ ભૂકંપથી હજુ સુધી જાનહાનિના સમાચાર નથી.

આ પહેલા 9 નવેમ્બરે પણ દિલ્લી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 1.57 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. તેનુ કેન્દ્ર નેપાળમાં હતુ અને તે ચીનમાં પણ અનુભવાયુ હતુ. ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતુ. જેના કારણે 6 લોકોના મોત થયા હતા. વળી, મંગળવારે લદ્દાખના લેહ અને કારગિલમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી અને ભૂકંપનુ કેન્દ્રબિંદુ કારગિલથી 191 કિમી દૂર ઉત્તરમાં હતુ.
ભારતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના 9 મહિનામાં 948 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યારે ધરતીકંપની તીવ્રતા 4 કરતા ઓછી હોય છે, ત્યારે તે સામાન્ય રીતે અનુભવાતા નથી. છેલ્લા 9 મહિનામાં ભારતમાં આવા 240 ભૂકંપ અનુભવાયા હતા, જેની તીવ્રતા 4થી વધુ હતી.












Click it and Unblock the Notifications
