દિલ્હીથી લઇને ઇસ્લામાબાદ સુધી ધરા ધ્રુજી, તીવ્રતા 5.8
નવી દિલ્હી, 1 મે: ઉત્તર ભારતમાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનૂભવાયા છે. આ ઝટકા દિલ્હી, નોયડા, ગાઝિયાબાદ, જમ્મૂ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના વિસ્તારોમાં અનુભાવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ જમ્મૂ અને હિમાચલ બતાવવામાં આવે છે.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 આંકવામાં આવી છે. શરૂઆતી જાણકારી અનુસાર અત્યાર સુધી જાનમાલના નુકસાના કોઇ સમાચાર નથી. ભૂકંપના ઝટકા અનુભવાતા લોકો પોતોના ઘરો અને દૂકાનોમાંથી બહાર આવી ગયા હતા. આ ઘટનાની તુરંત બાદ જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ ટ્વિટ કર્યું કે 'મે પણ શ્રીનગરમાં ભૂકંપના ઝટકા મહેસૂસ કર્યા.'

છેલ્લા 15 દિવસોમાં ભૂકંપની આ બીજી ઘટના છે, આ પહેલા પણ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પાકિસ્તાન અને ઇરાન તેનું એપી સેન્ટર હોવાથી 100થી વધુ લોકોના મોત થયા હતા.












Click it and Unblock the Notifications
