વરસાદી આફત વચ્ચે હિમાલચમાં ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા મપાઈ
એક તરફ હિચાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતી છે ત્યારે હવે અહીં પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. અહેવાલો અનુસાર, પ્રદેશના સ્પીતિમાં ભુકંપના આંચકા અનુભનાયા છે.
ભયાનક વરસાદી આફત વચ્ચે બુધવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર લાહૌલ સ્પીતિમાં અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.2 મપાઈ છે.

વરસાદી આફત વચ્ચે સારા સમાચાર એ છે કે આ ભુકંપથી કોઈ જાનહાનિના સમાચાર નથી. જો ભુકંપની તિવ્રતા થોડી વધુ હોત તો રાજ્ય માટે મોટી આફત સર્જાત. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
જણાવી જઈએ કે, આ પહેલા રવિવારે સાંજે આંદામાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. જો કે આ ઘટનામાં પણ સારી વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી.
આ અગાઉ મણિપુરમાં પણ ધરતી ધ્રૂજી રહી હતી. ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
