મીડિયા એક્ઝિટ પોલ બતાવે પરંતુ 6.30 પછી: ચૂંટણી પંચ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મે: ચૂંટણી પંચે તમામ ટીવી ચેનલોને નિર્દેશ કરતા પોતાના આદેશમાં જણાવ્યું છે કે 12 મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ 6.30 વાગ્યા બાદથી એક્ઝિટ પોલ બતાવી શકાશે.

ચૂંટણી પંચે એ પણ જણવ્યું છે કે જો આપેલા સમય પહેલા કોઇ ટીવી ચેનલે એક્ઝિટ પોલ ને ઓપીનિયન પોલ બતાવીને દર્શાવ્યો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો પ્રસારણ લાયસન્સના રદ કરવા સુધી પહોંચી શકે છે.

ec
ચૂંટણી પંચના પ્રમુખ વીએસ સંપતે ચૂંટણીની વચ્ચે આચાર સંહિતા લાગુ થયા બાદ પોતાના એક આદેશમાં તમામ મીડિયા ચેનલોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે એક્ઝિટ પોલને ઓપિનિયન પોલ બનાવીને બતાવવાનું બંધ કરી દે. ત્યાર બાદ મીડિયાએ મજબૂરીમાં તે એક્ટિવિટી બંધ કરવી પડી.

સંપતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામ પહેલા એક્ઝિટ પોલ બતાવવાથી દર્શકોનો દ્રષ્ટિકોણ પરિવર્તિત કરી શકાય છે. પંચે એ પણ જણાવ્યું હતું કે એવું કરવાથી કોઇ એક વિશેષ પાર્ટી અથવા વ્યક્તિને ખૂબ જ ફાયદો પણ પહોંચી શકે છે.

English summary
Election Commission says that Exit Polls can be telecast by News Channels on 12th May but after 6.30 PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X