For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી માણી શકશો ઇકો ફ્રેન્ડલી હવાઇ મુસાફરી

|
Google Oneindia Gujarati News

air-travel
નવી દિલ્હી, 1 જાન્યુઆરી : નવા વર્ષથી આપને ભારતમાં હવાઇ મુસાફરી કરવી વધારે સરળ, ઝંઝટમુક્ત અને ઇકો ફ્રેન્ડલી લાગશે. આમ એટલા માટે થઇ રહ્યું છે કે નવા વર્ષના પ્રથમ દિવસથી જ હવાઇ મુસાફરોએ પોતાની સાથે ઈલેક્ટ્રોનિક ટિકિટનું પ્રિન્ટઆઉટ સાથે રાખવાની જરૂર નહીં રહે.

ટિકીટની હાર્ડ કોપી વગર મુસાફરી કેવી રીતે કરી શકાશે એવો પ્રશ્ન તરત જ થાય એ સ્વાભાવિક છે. જવાબ એ છે કે હવે મુસાફરો એ ટિકીટ તો બતાવવી જ પડશે પણ તે કોઇ પણ સોફ્ટ કોપી બતાવી શકશે. એટલે કે હવેથી મુસાફરો પોતાના લેપટોપ, ટેબલેટ્સ કે મોબાઈલ ફોન પર સોફ્ટ ટિકીટ બતાવીને પણ પ્રવાસ કરી શકશે.

આ શક્ય બન્યું છે તાજેતરમાં બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યૂરિટીએ આપેલા ઓર્ડરને કારણે. કેન્દ્રના એવિએશન મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે નવો ઓર્ડર આજે 1 જાન્યુઆરી, 2013થી અમલમાં આવી ગયો છે, પણ મુસાફરે અગાઉની જેમ તેનું કોઈ ફોટો આઈડેન્ટિટી કાર્ડ કે પ્રુફ તો સાથે રાખવું જ પડશે.

નવી સુવિધાથી મુસાફરોને રાહત થશે એટલું જ નહીં, પર્યાવરણના રક્ષણ માટે પણ આ સારું છે. આનાથી કાગળ અને વીજળી બંનેની બચત થશે. હવે એવિએશન મિનિસ્ટ્રીના લિસ્ટમાં ટેગિંગ અને કેબિન બેગેજના સ્ટેમ્પિંગનો વારો છે.

વર્તમાનમાં એવી વ્યવસ્થા છે કે કેબિન બેગ પર સ્ટેમ્પ લાગેલો ન હોય તો મુસાફરે ચેક-ઈન એરિયામાં પાછા જવું પડે છે. આ પ્રક્રિયા મુસાફરો, એરલાઈન સ્ટાફ તથા સિક્યૂરિટી જવાનો દરેક માટે માથાનો દુ:ખાવો બની જાય છે. ઘણા દેશોમાં કેરી-ઓન બેગ્સના ટેગિંગની પદ્ધતિ નાબૂદ કરી દેવામાં આવી છે. ભારત એવા દેશોમાંનો એક છે, જ્યાં આ પદ્ધતિ હજી ચાલુ છે. આને કારણે એરલાઈન્સને બંને રીતે ખોટ જાય છે - આર્થિક રીતે, તેમજ માનવબળની દ્રષ્ટિએ. હવે ધીરે ધીરે તેને દૂર કરવાની દિશામાં પણ કામ શરૂ કરવામાં આવશે.

English summary
Eco friendly Air travel started from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X