Arvind Kejriwal: EDની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા, જાણો મોટા ખુલાસા
Arvind Kejriwal: ઈડીની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને લઈને મોટા ખુલાસા થયા છે. આ ચાર્જશીટમાં કુલ 38 આરોપીઓ છે. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 37મા નંબરે છે, અને આમ આદમી પાર્ટી 38મા નંબરે આરોપી છે. ચાર્જશીટ મુજબ અરવિંદ કેજરીવાલ કિંગપિન અને કાવતરાખોર છે.
અરવિંદ કેજરીવાલ ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગથી વાકેફ હતા, અને તેમાં પણ સામેલ હતો. ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચેની વોટ્સએપ ચેટની વિગતો આપવામાં આવી છે.
એવો આરોપ છે કે, કવિતાના પીએ વિનોદ દ્વારા ગોવાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ને 25.5 કરોડ રૂપિયા મોકલ્યા હતા. ચેટ પરથી સ્પષ્ટ થાય છે કે, વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.
ગુનાની કાર્યવાહીનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ છે - ચાર્જશીટમાં EDએ અપરાધની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આરોપી વિનોદ ચૌહાણના મોબાઈલ ફોનમાંથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રીન શોટ્સ મળી આવ્યા છે. જે અગાઉ ઈન્કમટેક્સ દ્વારા પણ વસૂલવામાં આવ્યા હતા.
આ સ્ક્રીન શોટ્સ દર્શાવે છે કે, કેવી રીતે વિનોદ ચૌહાણ ગુનાની રકમ હવાલા મારફતે દિલ્હીથી ગોવા ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવાની ચૂંટણીમાં કરવાનો હતો.

ED પાસે હવાલા મારફતે ગોવા મોકલવામાં આવેલા નાણાં અંગેની વાતચીતના પુરાવા છે - ત્યાં હાજર રહેલા ચેનપ્રીત સિંહ હવાલા મારફતે ગોવા પહોંચેલા પૈસાની વ્યવસ્થા કરી રહ્યો હતો. હવાલા મારફતે ગોવા મોકલવામાં આવેલા નાણાં અંગે વિનોદ ચૌહાણ અને અભિષેક બોઈંગ પિલ્લઈ વચ્ચેની વાતચીતના પુરાવા પણ ED પાસે છે.
EDએ અશોક કૌશિકનું નિવેદન પણ નોંધ્યું છે, જેમણે અભિષેક બોઈંગ પિલ્લઈની સૂચના પર, વિનોદ ચૌહાણને બે અલગ-અલગ તારીખે નોટોથી ભરેલી બે બેગ પહોંચાડી હતી.
EDનું કહેવું છે કે, આ મની ટ્રેલ સીધું જ સાબિત કરે છે કે, સાઉથ ગ્રૂપમાંથી લાંચ તરીકે અપાયેલા ગુનાના નાણાંનો ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉપયોગ કેવી રીતે કર્યો હતો.
હવાલા મની ટ્રાન્સફર સંબંધિત વિનોદ ચૌહાણ અને અભિષેક બોઈંગ પિલ્લઈ વચ્ચે ED પાસે WhatsApp ચેટ પણ છે. જેમાં હવાલા ટોકન મનીનો સ્ક્રીન શોટ પણ આપવામાં આવ્યો છે.
કેજરીવાલને ગુનામાંથી થતી આવકની સંપૂર્ણ જાણકારી હતી - અરવિંદ કેજરીવાલને અપરાધની આવકની સંપૂર્ણ જાણકારી હતી, અને તેઓ તેમાં સામેલ હતા. આ પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં થયો હતો, જેના માટે અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે જવાબદાર છે.
એક્સાઈઝ પોલિસી પાછળ સમગ્ર મગજ અરવિંદ કેજરીવાલ છે - દારૂની નીતિમાં મોટી ભૂમિકા ધરાવતા વિજય નાયર અરવિંદ કેજરીવાલના ખૂબ જ નજીકના છે, અને કેજરીવાલની સૂચના પર કામ કરતા હતા.
સમીર મહેન્દ્રુએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, વિજય નાયરે તેને કહ્યું હતું કે એક્સાઇઝ પોલિસી પાછળ આખું મગજ અરવિંદ કેજરીવાલનું છે.












Click it and Unblock the Notifications
