For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળઃ ઘણી જગ્યાએ EDની રેડ, મંત્રીના નજીકના મિત્રને ત્યાંથી મળ્યા 20 કરોડ

પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ શુક્રવારે મોટી કાર્યવાહી કરી જ્યાં મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ શુક્રવારે મોટી કાર્યવાહી કરી જ્યાં મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં ઈડીએ અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. જેની તસ્વીર પણ તપાસ એજન્સીએ જાહેર કરી હતી. જેમાં 2000 અને 500ની નોટો જાણે નોટોનો પહાડ હોય તેમ જોવા મળી રહી હતી. આ કાર્યવાહી બાદ વિરોધ પક્ષોને મમતા સરકાર પર પ્રહાર કરવાની તક મળી છે.

west bengal

વાસ્તવમાં, ઈડી બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ કરી રહી છે. આ મામલે શુક્રવારે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અર્પિતા મુખર્જી, મંત્રી પાર્થ ચેટર્જી, રાજ્યના શિક્ષણ મંત્રી માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મૉય ગાંગુલીના નિવાસસ્થાન/ઑફિસનો સમાવેશ થાય છે. જો કે, બાકીના લોકોને ત્યાંથી શું મળ્યુ તે હજી જાણી શકાયુ નથી પરંતુ અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ સિવાય ઈડી દ્વારા અર્પિતાના ઠેકાણા પરથી 20 ફોન પણ મળી આવ્યા હતા. હવે તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે તેમની સાથે શું કરતી હતી.

ઈડીના અધિકારીઓએ આ કેસમાં વધુ માહિતી આપી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ એજન્સીને શંકા છે કે અર્પિતાએ આ રકમ કૌભાંડમાંથી એકઠી કરી છે. હાલ ઈડી તેમની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત નોટ કાઉન્ટીંગ મશીન પણ મંગાવવામાં આવ્યુ છે જેથી વહેલી તકે તેની ગણતરી થઈ શકે. ઈડીએ કૌભાંડ સાથે સંકળાયેલા વ્યક્તિઓના વિવિધ સ્થળોએથી ગુનાહિત દસ્તાવેજો, રેકોર્ડ્સ, શંકાસ્પદ કંપનીઓની વિગતો, ઇલેક્ટ્રોનિક સાધનો, વિદેશી ચલણ અને સોનું પણ રિકવર કર્યુ છે.

એજન્સી પશ્ચિમ બંગાળના મંત્રી અને ટીએમસી નેતા પાર્થ ચેટર્જીની પણ પૂછપરછ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ કૂચ બિહાર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. અગાઉ સીબીઆઈએ SSC ભરતી કૌભાંડ કેસમાં બંને મંત્રીઓની કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યુ કે દરોડામાં મળી આવેલી રોકડ સાથે ટીએમસીને કોઈ લેવા-દેવા નથી. તપાસમાં જેમના નામ સામે આવ્યા છે તેમના જવાબ આપવાની જવાબદારી તેમની અને તેમના વકીલોની છે.

English summary
ED search operations West Bengal School Service Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X