For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fake vaccine scam case : ED કરી રહી છે કડક કાર્યવાહી, કલકત્તામાં 10 સ્થળે કરી રેડ

EDએ નકલી રસી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળના પટનગર કોલકાતામાં 10 સ્થળો પર રેડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોવિડ સંબંધિત છ અલગ અલગ કેસ નોંધ્યા હતા.

|
Google Oneindia Gujarati News

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નકલી રસી કૌભાંડના સંદર્ભમાં બુધવારના રોજ પશ્ચિમ બંગાળના પટનગર કોલકાતામાં 10 સ્થળો પર રેડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોવિડ સંબંધિત છ અલગ અલગ કેસ નોંધ્યા હતા.

જેમાં દવાઓ અને રસીઓના સંગ્રહખોરી, કાળાબજાર અથવા નકલી દવાઓના પુરવઠાના કેસનો સમાવેશ થાય છે. EDએ અત્યાર સુધી ઘણા લોકોને સમન્સ અને પૂછપરછ કરી છે, જેમણે આ કેસમાં મની લોન્ડરિંગમાં સંડોવાયેલા અથવા મદદકરી છે.

ED

જાણો સમગ્ર કેસની વિગતો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફેક કોરોના રસીકરણ કેમ્પના કિસ્સામાં ફેક IAS અધિકારી દેબંજન દેબને પોલીસે પકડ્યા હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ઘણા આશ્ચર્યજનક ખુલાસા પણ થયા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું કે, કોરોના રસીકરણ કેમ્પમાં કોવિશિલ્ડની જગ્યાએ ન્યુમોનિયાની રસી આપવામાં આવી રહી છે. દેબંજન દેબ સાથે TMCના ઘણા નેતાઓનો સંપર્ક હોવાનું સામે આવ્યું છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દેબંજન દેબ કોવિશિલ્ડના ગ્રાફિક્સ છાપતો હતો અને તેને રસી પર લગાવતો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, ગત વર્ષે દેબંજને સેનિટાઇઝરનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે સેનિટાઈઝર પણ નકલી નીકળ્યું હતું. દેબંજને ચારથી પાંચ વખત કેમ્પ લગાવ્યા હતા અને તેમાં લગભગ બસો લોકોને નકલી રસીના ડોઝ આપ્યા છે.

ફેક IAS અધિકારી સામે ઘણા કેસ નોંધાયા છે

અધિકારીઓના જણાવ્યા મુજબ,

  • એક ખાનગી કંપનીએ કસબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 172 કર્મચારીઓના રસીકરણ માટે દેબને આશરે 1.2 લાખ રૂપિયા ચૂકવ્યા છે.
  • બીજી ફરિયાદ એક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી, જેણે સ્ટેડિયમના નિર્માણ માટે ટેન્ડર પેટે 90 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.
  • ત્રીજી ફરિયાદ એક ફાર્માસ્યુટિકલ કંપનીએ નોંધાવી હતી, જેણે ટેન્ડર માટે દેબને 4 લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.
English summary
The Enforcement Directorate (ED) on Wednesday raided 10 places in Kolkata, the capital of West Bengal, in connection with a fake vaccine scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X