દાઉદ ઇબ્રાહિમને જલદી જ ભારત લાવીશું: ગૃહ મંત્રી શિંદે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ વાતની પુષ્ટિ દેશના ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કરી હતી. તેમને કહ્યું હતું કે અમને દાઉદ ઇબ્રાહિમના ઠેકાણાની જાણકારી છે. તેમને કહ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમને ટ્રેક કરવામાં આવે છે અને તેને ભારત લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા માટે સરકાર એફબીઆઇના સંપર્કમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એફબીઆઇ પ્રમુખે દાઉદ ઇબ્રાહિમને પકડવામાં ભારતની મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. શક્ય છે કે ભારતીય અને અમેરિકી તપાસ એજન્સીઓના જોઇન્ટ ઓપરેશનના માધ્યમ દાઉદ ઇબ્રાહિમને પકડવાના પ્રયત્નો ચાલુ છે. જો કે ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેએ આ વિશે કોઇ વિગત આપી ન હતી.

dawood-shinde

દાઉદ ભારતનો વોસ્ટ મોન્ટેડ અપરાધી છે. મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમની ઘણા બધા ગુનાઓમાં સંડોવણી હોવાથી શોધખોળ ચાલુ છે. દાઉદ વિશે કહેવામાં આવે છે કે તે પાકિસ્તાનમાં રહે છે જેને પાકિસ્તાનની સાથે આઇએસઆઇ પણ સુરક્ષા પુરી પાડે છે.

English summary
Union Home Minister Sushilkumar Shinde said on Wednesday that efforts were on to bring underworld don and India's most wanted fugitive Dawood Ibrahim back to India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.