કેરળમાં આજે ઈદ, નમાજ વખતે શશિ થરુર પણ હાજર

14 જૂનના રોજ ચાંદ ન દેખાવાના કારણમે આખા ભારતમાં ઈદ શનિવારના દિવસે મનાવવામાં આવશે પરંતુ કેરળવાસીઓ આજે ઈદ મનાવી રહ્યા છે.

14 જૂનના રોજ ચાંદ ન દેખાવાના કારણમે આખા ભારતમાં ઈદ શનિવારના દિવસે મનાવવામાં આવશે પરંતુ કેરળવાસીઓ આજે ઈદ મનાવી રહ્યા છે. આખા દેશમાં આજે અલવિદાની નમાજ અદા કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ કેરળમાં લોકો ઈદની નમાજ અદા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેરળના કોઝીકોડમાં ગુરુવારે ચાંદ જોવા મળ્યો હતો એટલા માટે અહીં ઈદ આજે મનાવવામાં આવી રહી છે. અહીંના નઈય્યર સ્ટેડિયમમાં નમાજ અદા કરતી વખતે શશિ થરુર પણ મુસ્લિમ ભાઈઓ સાથે હાજર રહ્યા હતા.

ભાઈચારાનો તહેવાર છે ઈદ

ભાઈચારાનો તહેવાર છે ઈદ

તમને જણાવી દઈએ કે ઈસ્લામી કેલેન્ડર મુજબ રમજાનનો મહિનો પૂરો થતા ઈદ મનાવવામાં આવે છે. મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્ર સઉદી અરબ સહિત લગભગ બધા ખાડી દેશોમાં આજે મનાવવામાં આવી રહ્યો છે.

યુએઈમાં પણ આજે ઈદ

યુએઈમાં પણ આજે ઈદ

ગુરુવારે સાંજે 3.43 વાગે ચાંદ દેખાતા યુએઈની ચાંદ સમિતિએ આ વાતનું અધિકૃત રીતે એલાન કર્યુ. સમિતિએ પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યુ કે શુક્રવારના દિવસે શાવ્વલ મહિનાનો પહેલો દિવસ હશે અને આ જ દિવસે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવશે.

ઈદમાં મુસલમાન અલ્લાહનો આભાર માને છે

મૂળ રીતે જોવા જઈએ તો મુસલમાનોનો આ તહેવાર ઈદ ભાઈચારાને પ્રોત્સાહન આપનાર તહેવાર છે. રોજાની સમાપ્તિની ખુશી ઉપરાંત ઈદમાં મુસલમાન અલ્લાહનો આભાર એટલા માટે પણ કરે છે કે તેમણે મહિના સુધી ઉપવાસ રાખવાની શક્તિ આપી.

મીઠી ઈદ પણ કહેવાય

મીઠી ઈદ પણ કહેવાય

ઈદનો દિવસ મુસ્લિમ લોકોનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે વિવિધ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. લોકો નવા કપડાં પહેરીને પરિવાર અને મિત્રો સાથે ભેટ સોગાદોનું આદાન પ્રદાન કરે છે. સેવઈ આ તહેવારનો મુખ્ય ખાદ્ય પદાર્થ છે આના કારણે જ આ તહેવારને મીઠી ઈદ કહેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X