For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eid Ul Fitr: દેશભરમાં ઈદની ધામધૂમથી ઉજવણી, મસ્જિદોમાં અદા થઈ નમાઝ, પીએમ મોદીએ આપી શુભકામના

દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની અલગ-અલગ મસ્જિદોમાં લોકોએ નમાઝ અદા કરી. હવે લોકો સેવઈયાં વહેચીને ખુશીઓ મનાવી રહ્યા છે. તહેવારની મઝા ન બગડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્લી-યુપી સહિત અલગ-અલગ રાજ્યોમાં પૂરતી પોલિસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે ઈદનો ચાંદ દેખાયો હતો ત્યારબાદ આજે ઈદ મનાવવામાં આવી રહી છે.

eid

દિલ્લીમાં ઈદ-ઉલ-ફિત્રના તહેવાર પર જામા મસ્જિદમાં લોકોએ નમાઝ અદા કરી. વળી, જમ્મુ-કાશ્મીરમાં પણ ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે ઈદગાહ મલિક બજારમાં લોકોએ નમાઝ અદા કરી. આ સાથે મહારાષ્ટ્રથી પણ ફોટા સામે આવ્યા છે. મુંબઈની માહિમ દરગાહમાં લોકોએ નમાઝ અદા કરી.

PM મોદીએ ટ્વિટ કરીને આપી શુભકામના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઈદની શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ કે ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે. હું બધા દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સંપન્નતાની પ્રાર્થના કરુ છુ.

જામા મસ્જિદમાં અદા કરવામાં આવી નમાઝ

તમને જણાવી દઈએ કે ઈદના દિવસે લોકો સવારે જલ્દી ઉઠે છે. ત્યારબાદ શીર ખૂરમા બનાવે છે અને નહાયા બાદ ઈદની નમાઝ અદા કરવા જાય છે. ત્યારબાદ પોતાના પરિવાર, દોસ્તો અને સંબંધીઓને મળવા જાય છે.

મઘ્ય પ્રદેશના ભોપાલમાં લોકોએ ઈદની નમાઝ પઢી

નવો ચાંદ દેખાવા પર દુનિયાભરમાં અલગ-અલગ દિવસોમાં ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્ર એટલે કે મીઠી ઈદ રમઝાનના રોજા પૂરા થવા પર મનાવાય છે અને રોજા દરમિયાન શક્તિ અને ધીરજ આપવા માટે અલ્લાહનો આભાર માનવા માટે મનાવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં ઈધ પહેલા લોકો ખરીદી માટે પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે ઈદની તારીખ હિજરી કેલેન્ડરના કારણે દર વર્ષે બદલાય છે. આ કેલેન્ડર ચંદ્રમા પર આધારિત હોય છે જેમાં ચાંદની ઘટતી-વધતી ચાલ મુજબ દિવસની ગણતરી કરવામાં આવે છે. જ્યારે એક નવો ચાંદ દેખાય ત્યારે ધાર્મિક અધિકારીઓ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવે છે ત્યારબાદ ઈસ્લામી મહિનો શરુ થાય છે.

મહારાષ્ટ્રની માહિમ દરગાહ પર લોકો પઢી રહ્યા છે ઈદની નમાઝ

ઉત્તર પ્રદેશમાં ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિને લઈને વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. એડીજીએ કહ્યુ કે 7436 ઈદગાહ અને 19949 મસ્જિદો સહિત કુલ 31151 જગ્યાઓએ નમાઝ અદા કરવામાં આવશે. રસ્તા રોકીને કોઈ આયોજન નહિ થાય.

English summary
Eid Ul Fitr celebrating in India today, Namaz offered in Mosque
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X