મોદીના અભિયાનને ઝટકો, મતદાતાઓને મફત ચા આપવી લાંચ ગણાય
નવી દિલ્હી, 11 માર્ચ: ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પંચનો એક નિર્ણય ઝટકા સમાન છે. અત્રે નોંધનીય છે કે દેશભરમાં હાલમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચૂંટણી કાર્યક્રમ 'ચાય પે ચર્ચા'ની ખાસી ચર્ચા થઇ રહી છે. હવે આની પર ચૂંટણી પંચની તલવાર લટકી રહી છે.
નરેન્દ્ર મોદીની 'ચાય પે ચર્ચા' અભિયાન દરમિયાન પાર્ટીની તરફથી વહેંચવામાં આવી રહેલી મફત નમો ચાને ચૂંટણી પંચે મતદાતાઓને લાંચ આપવા બરાબર ગણાવ્યું છે. પંચે ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં રવિવારે ચા વહેંચવા પર આયોજકોની વિરુધ્ધ કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
ચૂંટણી પંચને મળેલા રિપોર્ટ અનુસાર લખીમપુર જિલ્લામાં રવિવારે સાંજે સાત વાગ્યા બાદ કેટલાંક સ્થળો પર નમો ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. નમો ચા સ્ટોલ પર લોકોને મફત ચા પિવડાવવામાં આવી રહી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હાએ જણાવ્યું કે આ મામલા પર લીખમપુરના જિલ્લા અધિકારી સાથે વાત કરવામાં આવી છે. ભાજપે નમો ચાના આયોજનમાં મફત ચા નહીં પીવડાવવાની વાત કહી હતી.













Click it and Unblock the Notifications
