નરેન્દ્ર મોદી પર આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેસ

Google Oneindia Gujarati News

ગોડ્ડા, 8 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત એક અન્ય નેતા નિશિકાંત દૂબે પર આચાર સંહિતાનું ઉલ્લઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે દેવગઢ જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની પાસે નરેન્દ્ર મોદી સહિત ઉમેદવાર નિશિકાંતની એક તસવીર લાગેલી છે. જોકે પોસ્ટરમાં પ્રિંટર અને પ્રકાશકનું નામ નથી.

bjp
ચૂંટણી પંચની ગાઇડલાઇન અંતર્ગત આચાર સંહિતા લાગ્યા બાદ કોઇ પણ પાર્ટીનો નેતા પોતાના પોસ્ટર અને બેનર સામાન્યજનની વચ્ચે લગાવી શકે નહીં. એવામાં નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઉમેદવાર નિશિકાંત દૂબેનું એકસાથે પોસ્ટર જસિદીહ પોલીસ સ્ટેશનમાં ચોંટાડેલું મળ્યું છે.

આ મામલા બાદ ઉપ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ જેજે સમાંતાએ બંને નેતાઓની વિરુધ્ધ કેસ નોંધી લીધો છે. રાહતની વાત માત્ર એટલી છે કે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર, આવા પોસ્ટરો પર પ્રિંટર અને પ્રકાશનનું નામ હોવું જરૂરી છે. નહીંતર આવી ઘટનાઓને ચૂંટણીના સમયે વિરોધીઓનું ષડયંત્ર માની લેવામાં આવે છે.

English summary
A case of violation of Model Code of Conduct was registered against BJP's prime ministerial candidate Narendra Modi and party's Godda Lok Sabha candidate Nishikant Dubey in Deogarh district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X