AAP ના થીમ સોંગ પર ઈલેક્શન કમિશને વાંધો ઉઠાવતા આતિશી ભડકી, જાણો શું કહ્યું?
આમ આદમી પાર્ટીના લોકસભા ચૂંટણી માટેના થીમ સોંગ પર ઈલેક્શન કમિશને વાંધો ઉઠાવ્યો છે. આ વાંધા પર આમ આદમી પાર્ટીના નેતા આતિશી ભડક્યા છે.
ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના થીમ સોંગ પર વાંધો વ્યક્ત કર્યો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ ચૂંટણી પંચના વાંધાને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, જ્યારે ભાજપ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ED અને CBIનો ઉપયોગ કરીને જેલમાં ધકેલી દે છે ત્યારે ચૂંટણી કમિશનરને કોઈ વાંધો નથી પરંતુ જો ગીતમાં લખવામાં આવે તો ચૂંટણી પંચને વાંધો છે.
મંત્રી આતિશીએ કહ્યું કે, સરમુખત્યારશાહી સરકારોમાં વિપક્ષી પાર્ટીઓને પ્રચાર કરતા રોકવામાં આવે છે. આજે આવું જ થયું છે, બીજેપીનું વધુ એક હથિયાર ચૂંટણી પંચે આ પત્ર દ્વારા આમ આદમી પાર્ટીના પ્રચાર ગીત પર પ્રતિબંધ મૂક્યો છે.
તેણીએ કહ્યું કે, ચૂંટણી પંચને ભાજપ દ્વારા રોજેરોજ આચારસંહિતાનો ભંગ થતો દેખાતો નથી, પરંતુ જ્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ શ્વાસ પણ લે છે, ત્યારે તેઓ તેની નોંધ લે છે.












Click it and Unblock the Notifications
