For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝલ્ટના દિવસે બે કલાક બંધ રહી ચૂંટણી પંચની વેબસાઈટ, કારણ જાણીને દંગ રહી જશો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મંગળવારે જ્યારે પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ ચૂંટણી પંચની ઑફિસિયલ વેબસાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં બે કલાક સુધી વેબસાઈટ બંધી રહી. જેને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ ગુસ્સો પણ કાઢ્યો. જ્યારે લોકો ટીવી અને ન્યૂઝ વેબસાઈટ પર પરિણામ જોઈ રહ્યા હતા તો એવામાં ચૂંટણઈ પંચની વેબસાઈટ અચાનક બંધ થઈ જવી લોકો માટે અતિ નિરાશાજનક હતું.

ec

દરેક મિનિટની અપડેટ આપનાર ચૂંટણી પંચની ઑફિસિયલ વેબસાઈટ લગભગ 2 કલાક સુધી જૂનાં પરિણામ દેખાડતી રહી. કેટલીય વાર તો વેબસાઈટ વિન્ડો સિસ્ટમની ખરાબી દેખાડતી રહી. જો કે કયાં કારણથી વેબસાઈટમાં આ ખરાબી આવી તે માલુમ નથી પડી શક્યું. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ અખબાર મુજબ વેબસાઈટમાં ખરાબી મિઝોરમની એક પાર્ટીના લાંબા નામને પગલે આવી હતી.

વેબસાઈટમાં ખરાબી પાછળનું કારણ મિઝોરેમની એક પાર્ટીનું નામ જણાવવામાં આવી રહ્યું છે. વેબસાઈટમાં પાર્ટીનું નામ કેરેક્ટરની લિમિટ 60 શબ્દો છે, પરંતુ તે પાર્ટીનું નામ એટલું મોટું હતું કે એ તેમની સિસ્ટમાં અપલોડ નહોતું થઈ રહ્યું. જો કે બાદમાં ટેક્નિકલ ટીમે આ સમસ્યાનું સમાધાન કર્યું. મિઝોરમની આ પાર્ટીનું નામ પીપુલ્સ રિપ્રઝેન્ટેશન ઑર આઈડેન્ટિટિ એન્ડ સ્ટેટસ ઑફ મિઝોરમ પાર્ટી છે. એટલું જ નહિ સત્તાવાર વેબસાઈટમાં કંઈક ખામીને કારણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ અપડેટ થવામાં થોડી વાર બાદ આ સમસ્યાનું સમાધાન કરી લીધું.

આ પણ વાંચો- છત્તીસગઢઃ સીએમના નામ પર સહમતી ન બની, હવે રાહુલ ગાંધીના હાથમાં ફેસલો

English summary
Election Commission Website Lagged for Two Hours on polling day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X