For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, 51 સીટ પર થયું 62.56 ટકા વોટિંગ

પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ, 51 સીટ પર થયું 62.56 ટકા વોટિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છઠ્ઠી મેના રોજ 7 રાજ્યોની 51 લોકસભા સીટ પર મતદાન થનાર છે. જેમાં ઉત્તર પ્રદેશના 14, બિહારની 5, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 13, ઝારખંડની 4, જમ્મુ અને કાશ્મીરની 2, પશ્ચિમ બંગાળની 7 સીટ પર મતદાન થશે. આ તબક્કો પણ ભાજપ માટે ભારે મહત્વનો છે કેમ કે આમાંથી મોટાભાગની સીટ ભાજપના ખાતામાં છે અને સરકાર બનાવવા માટે આ સીટો બચાવી રાખવી પાર્ટી માટે અતિ મહત્વની છે. જેમાંથી ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી સીટ છોડી બાકીની બધી જ સીટો ભાજપ પાસે છે. જ્યારે રાજસ્થાનની આ 13 સીટને પણ ભાજપે 2014માં જીતી હતી. આવી જ રીતે મધ્ય પ્રદેશની તમામ 7 સીટોને ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં જીતી હતી. બિહારની પણ ચાર સીટ ભાજપના ખાતામાં છે. આ હિસાબે પાંચમા તબક્કાની ચૂંટણી પણ ભાજપ માટે પરીક્ષા સમાન હશે. ઉત્તર પ્રદેશમાં સપા અને બીએસપીનું ગઠબંધન જ્યાં કેટલીય સીટો પર ભાજપ માટે ખતરો બની ગયું છે તો રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી બાદથી કોંગ્રેસમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જો કે જમીની સ્તરે ભાજપ પીએમ મોદીના ચેહરાના દમ પર તગડી ટક્કર આપી રહ્યું છે. જો બિહારની વાત કરીએ તો અહીં ભાજપ, જેડીયૂ અને એલજેપીનું ગઠબંધન વોટ ટકાવારીના હિસાબે આગળ છે.

voting

Newest First Oldest First
5:19 PM, 6 May

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર: દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં એક પોલિંગ બૂથ પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યો. કોઈ પણ જાનમાલના નુક્શાનની ખબર નથી આવી.
5:17 PM, 6 May

બિહાર

બિહારના મધુબનીમાં વોટ નાખવા અંગે દિવ્યાંગોમાં ઉત્સાહ, મોટી સંખ્યામાં વોટ નાખવા માટે પોલિંગ બૂથ પહોંચ્યા
5:15 PM, 6 May

ઉત્તરપ્રદેશ

રાહુલ ગાંધીએ આજે વોટિંગના દિવસે પણ અમેઠી નહીં આવીને અમેઠીની જનતાને દગો આપ્યો છે: સ્મૃતિ ઈરાની
3:49 PM, 6 May

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં કાશ્મીરી પંડિતો માટે ખાસ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું. વોટ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે.
3:48 PM, 6 May

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરના લેહમાં મતદાન અંગે ભારે ઉત્સાહ, મોટી સંખ્યામાં લોકો પોલિંગ બૂથ પહોંચી રહ્યા છે
3:41 PM, 6 May

ઉત્તરપ્રદેશ

યુપીના અયોધ્યામાં લોકો મોટી સંખ્યામાં વોટ આપવા માટે પહોંચી રહ્યા છે પાંચમા તબક્કામાં 14 સીટો પર મતદાન થઇ રહ્યું છે
3:40 PM, 6 May

રાજસ્થાન

રાજસ્થાનના જયપુરમાં કિશનપોળના પોલિંગ બૂથ પર 104 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પોતાનો વોટ આપવા માટે પહોંચ્યા
3:38 PM, 6 May

ઝારખંડ

ઝારખંડના રાંચીમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી ધોની સાથે પોલિંગ બૂથ પર જઈને પોતાનો વોટ આપ્યો. ઝારખંડની 4 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
2:42 PM, 6 May

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશના લખનવમાં સહારા પ્રમુખ સુબ્રોતો રોયે વોટ આપ્યો. પાંચમા તબક્કામાં યુપીની 14 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
2:22 PM, 6 May

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગઠબંધન સમર્થકોને પીટવાનો આરોપ, કુંડા વિધાનસભાના હથિગવાં બૂથ પર ડમી વોટિંગ કરાવવાનો પણ લગાવ્યો આરોપ
2:21 PM, 6 May

ઉત્તર પ્રદેશ

અમેઠીના ગૌરીગંજમાં કેટલાય લોકોના નામ વોટર લિસ્ટમાંથી ગાયબ, મતદાતાઓએ પ્રશાસન પર લગાવ્યા આરોપ0 જાણી જોઈને લિસ્ટમાંથી ગાયબ કર્યાં નામ
1:49 PM, 6 May

લોકસભા ચૂંટણી

પાંચમા તબક્કા અંતર્ગત બપોરે 1 વાગ્યા સુધીમાં 7 રાજ્યોની કુલ 51 સીટ પર 31.29 ટકા મતદાન
1:49 PM, 6 May

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા અંતર્ગત બપોરે 1 વાગ્યા સુધી બિહારમાં 24.49 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 6.54 ટકા મતદાન
1:48 PM, 6 May

મતદાન

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 33.82 ટકા અને મધ્ય પ્રદેશમાં 31.46 ટકા વોટિંગ
1:47 PM, 6 May

લોકસભા ચૂંટણી 2019

પાંચમા તબક્કા અંતર્ગત બપોરે 1 વાગ્યા સુધી યૂપીમાં 26.53 ટકા વોટિંગ, પશ્ચિમ બંગાળમાં 39.55 ટકા અને ઝારખંડમાં 37.24 ટકા મતદાન
1:46 PM, 6 May

રાજસ્થાન

બપોરે 1 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 41.95 ટકા મતદાન થયું. પાંચમા તબક્કા અંતર્ગત રાજસ્થાનની 12 લોકસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે.
1:08 PM, 6 May

રાજસ્થાન

રાજસ્થાનના નોહરમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ નાખવા પહોંચ્યાં 109 વર્ષના વૃદ્ધ મહિલા ચાવલી દેવી
1:07 PM, 6 May

ઝારખંડ

ઝારખંડની રાંચીમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ભાઈ નરેન્દ્ર સિંહ ધોની અને ભાભી મમતા સિંહ ધોનીએ પોતાનો મત નાખ્યો
1:06 PM, 6 May

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના ગાડરવાડામાં પોલિંગ બૂથ નંબર 105 પર ફિલ્મ અભિનેતા આશુતોષ રાણાએ પોતાનો મત નાખ્યો
1:05 PM, 6 May

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરના લેહ લોકસભા સીટ પર સવારે 11 વાગ્યા સુધીમાં 20.88 ટકા વોટિંગ, પોલિંગ બૂથ બહાર લાગી વોટર્સની લાંબી લાઈન
12:05 PM, 6 May

રાજસ્તાન

રાજસ્થાનના સૂતરગઢમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ નાખવા પહોંચી 102 વર્ષની ગુરદયાલ કૌર, રાજસ્થાનમાં 12 સીટ પર થઈ રહ્યું છે મતદાન
12:04 PM, 6 May

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના છતરપુરમાં પોતાના પિતાના અંતિમ સંસ્કા બાદ પોલિંગ બૂથ પર વોટ નાખવા આવ્યો શખ્
12:03 PM, 6 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં મધ્ય પ્રદેશમાં 25.68 ટકા અને રાજસ્થઆનમાં 29.32 ટકા મતદાન
12:03 PM, 6 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી યૂપીમાં 22.46 ટકા, પશ્ચિમ બંગાળમાં 33.16 ટકા અને ઝારખંડમાં 29.49 ટકા વોટિંગ
11:44 AM, 6 May

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટ પર સવારે 11 વાગ્યા સુધી 21.2 ટકા મતદાન, રાયબરેલીથી સોનિયા ગાંધી લડી રહ્યાં છે ચૂંટણી
11:41 AM, 6 May

રાજસ્થાન

પાંચમા તબક્કા અંતર્ગત સવારે 11 વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન, રાજસ્થાનની 12 સીટ પર થઈ રહ્યું છે વોટિંગ
11:05 AM, 6 May

બિહાર

બિહારના હાઝીપુરમાં વોટિંગ દરમિયાન હંગામો, પોલીસે હંગામો કરી રહેલ લોકો પર લાઠીચાર્જ કર્યો, હાલાત અત્યારે કાબૂમાં
11:04 AM, 6 May

ઉત્તર પ્રદેશ

અમેઠી રાજાશાહી કુટુંબની પહેલી વહુ અને ધારાસભ્ય રાણી ગરિમા સિંહે પોતાના દીકરા અનંત વિક્રમ અને વહુ સાથે આપ્યો પોતાનો મત
11:03 AM, 6 May

બિહાર

બિહારના છપરામાં પોલિંગ બૂથ નંબર 131 પર રંજીત પાસવાન નામના શખ્સે ઈવીએમ તોડ્યું, સુરક્ષાકર્મીઓએ કરી ધરપકડ
10:32 AM, 6 May

ઉત્તર પ્રદેશ

અમેઠીમાં બૂથ કેપ્ચરિંગને લઈ પ્રશાસન અને ચૂંટણી પંચમાં મેં ફરિયાદ કરી છે, ઉમ્મીદ છે કે તેઓ કાર્યવાહી કરશેઃ સ્મૃતિ ઈરાની
READ MORE

English summary
election held on 51 lok sabha seats of 7 states in 5th phase, get live update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X