વર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશેઃ ચૂંટણી પંચ

વર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશેઃ ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચે મોટું નિવેદન જાહેર કર્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે વર્ષના અંતમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે અમરનાથ યાત્રા બાદ ચૂંટણીની તારીખોનું એલાન થઈ જશે. જણાવી દઈએ કે અગાઉ લોકસભા ચૂંટણી સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ થવાની હતી, પરંતુ ચૂંટણી પહેલા થયેલ આતંકી હુમલો અને બાદમાં બાલાકોટ પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને કારણે જમ્મુ અને કાશ્મીરનો માહોલ ઠીક ન હોવાથી ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે ફાઈનલી ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે.

election commission

ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈ ઘોષણા કરતા કહ્યું છે કે પંચ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર નજર બનાવીને બેઠું છે. જણાવી દઈએ કે લાંબા સમયથી નેશનલ કોન્ફ્રેન્સ અને પીડીપી જેવી પાર્ટીઓ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની માંગણી કરી રહી હતી. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખને લઈ એલાન કર્યું છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા ઓગસ્ટમાં રક્ષાબંધન પર ખતમ થાય છે, જે બાદ ચૂંટણીનું એલાન કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.

આ પણ વાંચો- ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેટલાય મંત્રીઓ સામેલ થયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X