For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેટલાય મંત્રીઓ સામેલ થયા

ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેટલાય મંત્રીઓ સામેલ થયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રદાન સાથે બેઠક બોલાવી છે. જો કે આ બેઠક શા માટે બોલાવવામાં આવી છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે. મીડિયામાં ચાલી રહેલ અહેવાલો મુજબ કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પેટ્રોલિયમની આપૂર્તિ અને ખરીદીને લઈ ચર્ચા કરવામાં આવી છે.

અમિત સાહની બંધ બારણે બેઠક મળી

અમિત સાહની બંધ બારણે બેઠક મળી

અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયમાં એક કલાક સુધી બંધ રૂમમાં મંત્રીઓની બેઠક ચાલી. જેમાં વાણિજ્ય અને રેલ મંત્રી પીયૂષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત હતા. એવી સંભાવના જતાવવામાં આવી રહી છે કે, ક્રૂડ ઓઈલની વધતી કિંમતોની વચ્ચે આપૂર્તિના મુદ્દે ચર્ચા થઈ છે. અગાઉ અમિત શાહના પદ સંભાળ્યાના બીજા દિવસે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ તેમને મળવા પહોંચ્યાં હતાં.

સુરક્ષાના અહેવાલ મેળવ્યા

સુરક્ષાના અહેવાલ મેળવ્યા

અગાઉ સોમવારે ગૃહમંત્રી અમિત શાહે દેશની આંતરિક સુરક્ષાનો હાલના હાલતનો રિપોર્ટ માંગ્યો. સાથે જ તેમણે જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે વિશેષ બેઠક કરી. જમ્મુ અને કાશ્મીર તથા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત અર્ધસૈનિક બળના પ્રમુખેને અલગથી મળ્યા.

અજીત ડોભાલે જાણકારી આપી

અજીત ડોભાલે જાણકારી આપી

શનિવારે ગૃહમંત્રીનો પદભાર ગ્રહણ કર્યા બાદ ગૃહ મંત્રાલયમાં અણિત શાહનો બીજો દિવસ હતો. ગૃહ મંત્રાલયમાં અમિત શાહની શરૂઆત દેશની આંતરિક સુરક્ષાના હાલ પર વિશેષ બ્રીફિંગ સાથે થઈ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગૌબા, ગુપ્તચર એજન્સીના પ્રમુખ રાજીવ જૈન અને રૉના સચિવ અનિલ ધસ્માનાએ અમિત શાહને આંતરિક સુરક્ષાના તાજા હાલાતની જાણકારી આપી.

માયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાનમાયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન

English summary
several ministers joined home ministry's meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X