Election Results 2023 : ચૂંટણીના પરિણામો પર પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો
ત્રણેય રાજ્યોમાં જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ત્રિપુરાનો આભાર! આ પ્રગતિ અને સ્થિરતા માટેનો મત છે. ભાજપ ત્રિપુરાના વિકાસના માર્ગને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.
નવી દિલ્હી : પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રિપુરા અને નાગાલેન્ડમાં બહુમતી મેળવી છે. મેઘાલયમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જો કે બીજેપી એનપીપી સાથે ગઠબંધન કરીને સત્તામાં પરત ફરશે. ત્રિપુરામાં સતત બીજી વખત કમળ ખીલ્યું છે. નાગાલેન્ડમાં, ભાજપે પ્રાદેશિક પાર્ટી એનડીપીપી સાથે ગઠબંધનથી મોટી જીત નોંધાવી છે. પીએમ મોદીએ આ જીત માટે ટ્વીટ કરીને ત્રણેય રાજ્યોના લોકોનો આભાર માન્યો છે.

ત્રણેય રાજ્યોમાં જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ત્રિપુરાનો આભાર! આ પ્રગતિ અને સ્થિરતા માટેનો મત છે. ભાજપ ત્રિપુરાના વિકાસના માર્ગને આગળ ધપાવવાનું ચાલુ રાખશે. મને ત્રિપુરા બીજેપીના તમામ કાર્યકર્તાઓ પર તેમના પાયાના સ્તરે ઉત્કૃષ્ટ પ્રયાસો માટે ગર્વ છે.
અહીં પીએમ મોદીએ મેઘાલયના લોકોનો આભાર માન્યો અને લખ્યુ કે, હું એ તમામનો આભારી છું જેમણે ભાજપને સમર્થન આપ્યું. અમે મેઘાલયના વિકાસના માર્ગને વધારવા મહેનત કરીશું. રાજ્યના લોકોને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હું મારા પક્ષના કાર્યકરોનો પણ તેમના પ્રયાસો માટે આભાર માનું છું.
ત્રણ રાજ્યોમાં જીત બાદ બીજેપીમાં ખુશીનો માહોલ છે ત્યારે પીએમ મોદીએ નાગાલેન્ડના લોકોને સંબોધીને ટ્વિટ કર્યુ કે, નાગાલેન્ડના લોકોને આશીર્વાદ આપવા બદલ હું આભાર માનું છું. NPP અને નાગાલેન્ડ બીજેપી ગઠબંધનને રાજ્યની સેવા કરવાનો વધુ એક જનાદેશ મળ્યો છે. રાજ્યની પ્રગતિ માટે ડબલ એન્જિન સરકાર કામ કરતી રહેશે. હું પક્ષના કાર્યકરોની સખત મહેનત માટે પ્રશંસા કરું છું.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીએ વાપસી કરી છે પરંતુ મેઘાલયમાં ભાજપને ઝટકો લાગ્યો છે. કોનરાડ સંગમાની એનપીપી સાથે ગઠબંધન તોડીને બીજેપીએ એકલા હાથે ચૂંટણી લડી હતી. હવે જોવાનું એ રહેશે કે NPP મેઘાલયમાં અન્ય કોઈ પાર્ટી સાથે સરકાર બનાવે છે કે કેમ. અહીં બીજેપીની મુશ્કેલીઓ વધી શકે છે.












Click it and Unblock the Notifications
