For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election Results Updates: રસ્તા પર ઉજવણી થઈ તો SHO થશે સસ્પેન્ડ, ચૂંટણી પંચે આપ્યા કડક નિર્દેશ

ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવોને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીએ તબાહી મચાવી છે. કોરોના મહામારી વચ્ચે દેશમાં અત્યારે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં મત ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ પાર્ટી કાર્યાલયોમાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના માટે ચૂંટણી પંચે કડક સંજ્ઞાન લીધુ છે. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવોને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. સાથે જ આવા લોકો સામે એફઆઈઆર નોંધાવવા માટે કહ્યુ છે.

EC

ચૂંટણી ગણતરી વચ્ચે રૂઝાનોમાં પોત-પોતાની પાર્ટી આગળ આવતી જોઈને સમર્થકો ઉજવણી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુથી આવા ફોટા આવ્યા છે કે કોરોના મહામારી છતાં સમર્ખકો રસ્તા પર આવીને ઉજવણી કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી પંચે આમ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આવા ફોટા, વીડિયો આવ્યા બાદ હવે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવોને આ રીતની સભાઓને રોકવા માટે તત્કાળ કાર્યવાહી કરવા માટે કહ્યુ છે.

ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ચૂંટણી પંચે જીતની ઉજવણી માટે એકઠા થયેલા લોકોના રિપોર્ટને ગંભીરતાથી લીધો છે. પંચે બધા 5 રાજ્યોના મુખ્ય સચિવોને આવા પ્રત્યેક કેસમાં એફઆઈઆર નોંધવા, સંબંધિત એસએચઓને સસ્પેન્ડ કરવા અને આ રીતની દરેક ઘટના બાદ તરત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

ઓરિસ્સાએ પત્રકારોને ઘોષિત કર્યા 'ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ'ઓરિસ્સાએ પત્રકારોને ઘોષિત કર્યા 'ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ'

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. રવિવારે(2 મે) ના રોજ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,92,488 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3689 લોકોના મોત થયા છે અને 3,07,865 દર્દી કોરોનાથી રિકવર થયા છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 2,15,542 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા 33,49,644 છે. વળી, ડિસ્ચાર્જ થયેલા કુલ કેસોની સંખ્યા 1,59,92,271 છે. દેશમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા 1,95,57,457 થઈ ગઈ છે.

English summary
Election Results Updates: EC says state secretaries takes immediate action against gatherings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X