For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે NIT અને IITમાં પ્રવેશની પ્રક્રિયામાં કર્યો ફેરફાર

કેન્દ્ર સરકારે એનઆઈટી (નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી) અને કેન્દ્રની સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે એનઆઈટી (નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી) અને કેન્દ્રની સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે ગુરુવારે સરકાર દ્વારા કરાયેલ ફેરફારોની માહિતી આપી. આ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન 2020 આપવા માંગવા વિદ્યાર્થીઓને 12માં ધોરણમાં માત્ર પાસ સર્ટિફિકેટની જરૂર પડશે. આમાં તેમના ગુણ જોવામાં આવશે નહિ.

બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ 75% ગુણ

બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ 75% ગુણ

કેન્દ્રીય માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટ કર્યુ છે કે એનઆઈટી અને અન્ય કેન્દ્રીય રીતે સહાયતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન્સને ઉતીર્ણ કરવા ઉપરાંત યોગ્યતા બારમાં બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ 75% ગુણ મેળવવાના છે અથવા પોતાની યોગ્યતા પરીક્ષાઓમાં બાકીના 20 ટકા વચ્ચે રેંક રાખવો જરૂરી છે.

પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય

પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય

તેમણે કહ્યુ કે વર્તમાન પરિસ્થિતિઓના કારણે સીએસએબીએ એનઆઈટી અને અન્ય સીએફટીઆઈને પ્રવેશ માટે પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. જેઈઈ મેઈન 2020 યોગ્ય ઉમેદવારોને હવે માત્ર બારમાં ધોરણની પરીક્ષામાં ઉતીર્ણ થવાનુ પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે.

12માંની પરીક્ષાઓ આંશિક રદ કરાઈ હોવાનુ કારણ

12માંની પરીક્ષાઓ આંશિક રદ કરાઈ હોવાનુ કારણ

17 જુલાઈએ શિક્ષણમંત્રીએ ઘોષણા કરી હતી કે ઘણા બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓને આંશિક રીતે રદ કરવાના કારણે સંયુક્ત પરીક્ષા બોર્ડે આ વખતે આઈઆઈટી જેઈઈ 2020 યોગ્ય ઉમેદવારો માટે પાત્રતા માનદંડમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર આઈઆઈટીમાં પ્રવેશ પરીક્ષા આપવા માટે પાત્ર હશે.

રાજસ્થાનમાં આગલા 7 દિવસમાં થઈ શકે છે ફ્લોર ટેસ્ટઃ સૂત્રરાજસ્થાનમાં આગલા 7 દિવસમાં થઈ શકે છે ફ્લોર ટેસ્ટઃ સૂત્ર

English summary
Eligibility criteria for admissions to NITs and IIt CFTIs relaxed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X