Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો

નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વધાનસભા ચૂંટણી અને તે બાદ લોકસભા ચૂંટણી પણ માથે છે ત્યારે ભાજપ પાર્ટીએ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસ કમિશનરને મળેલા એક ઈમેઈલમાં આ અંગે ધમકી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસની આજુબાજુમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવ્યો છે.

narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સીધી દિલ્હી પોલીસ કમિશનરને ઈમેઈલ મોકલીને આપવામાં આવી છે, જે બાદ હડકંપ મચ્યો છે. દિલ્હી પોલીસ કમિશનરને મોકલેલ ઈમેઈલમાં દિવસ અને મહિનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે તેમાં વર્ષ 2019 વિશે સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર

જણાવવામાં આવી રહ્યું છે કે આસામના કોઈ જિલ્લામાંથી આ ઈમેઈ મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યો આ ઈમેઈલ મળ્યા બાદ દિલ્હી પોલીસે શોધખોળ હાથ ધરી છે અને કોણે પીએમને મારવાની ધમકીભર્યો મેઈલ મોકલ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકી આપવા પાછળ કોઈ આતંકવાદી સંગઠનનો હાથ છે કે પછી કોઈએ અફરા તફરી મચાવવા માટે ઈમેઈલ મોકલ્યો છે તે અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની માહિતી મળી નથી.

આ પણ વાંચો- MeToo ના લપેટામાં હવે સલમાન ખાન, પૂજા મિશ્રાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X