For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં ખરાબ રિપોર્ટિંગ બાદ આત્મહત્યા કરવા માંગે છે DDની એંકર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બર: પોતાની 'ખરાબ રિપોર્ટિંગ'ના લીધે ચર્ચામાં આવેલી દૂરદર્શનની એંકર હવે આઘાતમાં છે. ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં ખરાબ રિપોર્ટિંગ બાદ એંકરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. વીડિયો વાયરલ થતાં અને મજાક ઉડાવવામાં આવ્યા બાદ એંકર આયના પાહુજાએ પહેલી વાર આ મુદ્દે મૌન તોડ્યું છે. ફેસબુક પેજ 'ધ લોજિકલ ઇંડિયન'એ આયનાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

આ વીડિયોના માધ્યમથી આયના જણાવે છે કે અત્યારે તેમની આત્મહત્યા કરવા જેવી માનસિક સ્થિતિ થઇ ગઇ છે. તે લોકોને અપીલ કરે છે કે હવે તેમની વધુ મજાક ઉડાવવામાં ન આવે. તે પોતાની ભૂલ ગણતાં પોતાના ખરાબ રિપોર્ટિંગ પાછળના કારણો જણાવે છે.

dd-anchor

આયના વીડિયોમાં પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહે છે કે તેમનું કેરિયર ખતમ થઇ ગયું. તેમની પાસે બધા અસાઇનમેંટ્સ અને પ્રોજેક્ટ છિનવી લેવામાં આવ્યા. હવે તેને એવું લાગી રહ્યું છે કે તે આત્મહત્યા કરી લે.

તે લોકોને અપીલ કરે છે કે જો ભવિષ્યમાં કોઇની સાથે આવું થાય તો તેની સાથે આવો વહેવાર ન કરવામાં આવે. તે કહે છે કે લોકોએ પહેલાં તેમની સ્ટોરી જાણી લેવી જોઇએ. તે અંતમાં કહે છે કે તેમનું કેરિયર તો દાવ પર લાગી ગયું છે. હવે તેમનું શું થશે તે પણ જાણતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવા ફિલ્મ સમારોહ દરમિયાન દૂરદર્શન દ્વારા રિપોર્ટિંગ કરતાં આયનાએ તમામ ભૂલો કરી. લોકોએ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો.

English summary
Aayenah Pahuja, the DD Anchor who bungled a live telecast of the International Film Festival of India in Goa a few weeks back has now turned to social media to speak out and tell her side of the story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X