સંજય દત્તે: હું આતંકી નથી, મને આર્મ્સ એક્ટની સજા મળી છે.

આજે તે દિવસ જેની રાહ હું પાછલા 23 વર્ષની જોતો હતો. આ શબ્દો હતો બોલીવૂડ સુપર સ્ટાર સંજય દત્તના. જેલની સજા ભોગવી મુંબઇ પરત આવ્યા બાદ સંજ્જુ બાબાએ મીડિયા સાથે પ્રેસકોન્ફર્ન્સ કરી. જેમાં તેણે કહ્યું કે હજી પણ મારા માટે તે સ્વીકારવું અશક્ય છે કે હું જેલમાંથી મુક્ત થઇ ગયો મને હજી પણ ક્યાંક લાગે છે કે હું હજી પેરોલ પર જ છું!

પોતાની જેલ મુક્તિ પર સંજય દત્તે ખૂબ જ ભાવુક થઇને સલમાન ખાનથી લઇને પોતાના પિતા સુનિલ દત્ત અને બાળકો ઇકરા અને શાહરાનની વાતો કરી. મુન્નાભાઇ ઉર્ફ સંજય બાબાના આ અંદાજે ત્યાં હાજર તમામ લોકોના પણ ભાવુક થઇ ગયા. ત્યારે છેવટે ઘરે આવીને સંજય દત્તને કેવું લાગ્યું તે વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં. અને પિતા પરત ફરતા બાળકોના ચહેરા પર કેવા સ્મિત હતા તે જુઓ આ તસવીરોમાં....

હું આતંકી નથી

હું આતંકી નથી

મુંબઇ બોમ્બ બ્લાસ્ટનું નામ નીકળતા જ સંજય દત્તે મીડિયા કહ્યું કે હું કોઇ આતંકી નથી. કોર્ટે પણ મને બોમ્બે બોમ્બ બ્લાસ્ટ કેસમાં નહીં આર્મ્સ એક્ટ હેઠળ સજા ફટકારી હતી. તેથી મીડિયા અને લોકોને વિનંતી છે કે મારા નામ સાથે મુંબઇ બ્લાસ્ટને ના જોડવો.

23 વર્ષની આ પળની રાહ જોતો હતો

23 વર્ષની આ પળની રાહ જોતો હતો

સંજય દત્તે કહ્યું કે તે છુટવા પહેલાની આખી રાત સુઇ નથી શક્યો. ના જ તેને બે ત્રણ દિવસથી સરખું જમ્યું છે. તે 23 વર્ષથી આ પળની રાહ જોતો હતો. અને જ્યારે તે પળ આવી છે તો તે માની જ નથી શકતા કે તે છૂટી ગયા છે. તેને હજી પણ લાગે છે કે તે પેરોલ પણ આવ્યા છે.

પિતા સુનિલ દત્તને કર્યા યાદ

પિતા સુનિલ દત્તને કર્યા યાદ

આકાશ તરફ જોઇને સંજયે તેના પિતા સુનિલ દત્તને યાદ કર્યા હતા. મારા પિતા હંમેશા સાંભળવા ઇચ્છતા હતા કે હું એક આતંકવાદી નથી. ત્યારે આજે મારા પિતા આ બધુ સાંભળે તેવી મારી ઇચ્છા છે.

ભારતીય હોવાનો ગર્વ છે

ભારતીય હોવાનો ગર્વ છે

સંજય કહ્યું કે જેલમાં અધિકારીઓને તેનું ખૂબ ધ્યાન રાખ્યું છે. જેલની બહાર આવીને મેં ધરતીને પ્રણામ અને તિરંગાને સલામ કર્યા હતા. મનમે ગર્વ છે કે હું ભારતીય છું.

પત્ની છે મારી તાકાત

પત્ની છે મારી તાકાત

માન્યતા વિષે બોલતા સંજયે કહ્યું કે તેણે મારા કરતા ધણું સહન કર્યું છે. તેણે મારી ગેરહાજરીમાં મારા બાળકોને સાચવ્યા છે. તે મારી તાકાત છે અને તે મારી બેટરહાફ નહીં બેસ્ટ હાફ છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનના કેસ પર સંજય એટલું જ કહ્યું કે સલમાન ખાન મારો નાનો ભાઇ છે. અને હું પ્રાર્થના કરીશ કે તે આનાથી પણ મોટો સ્ટાર બને.

બહેન અને દિકરીથી વાત

બહેન અને દિકરીથી વાત

જેલની બહાર આવીને સંજય દત્તે બહેન પ્રિયા દત્ત અને તેની પહેલી પત્નીથી થયેલી પુત્રી ત્રિશાલા દત્તની જોડે ફોન પર વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X