પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ
પુલવામામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધવાની સાથે જ સેનાની કાર્યવાહી પણ તેજ થઈ ગઈ છે. આતંકીઓનો સફાયો કરવા માટે જમ્મૂ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું. આ દરમ્યાન મંગળવારે સવારે પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.

કાશ્મીર ઝોન પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ સુરક્ષાબળોને પુલવામમાના મારવાલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. સૂચના મળતાની સાથે જ સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ બળે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું. સર્ચ ઓપરેશન દરમ્યાન આતંકવાદીઓએ ગોળી વરસાવવી શરૂ કરી દીધી, જે બાદ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે.
અગાઉ રવિવારે મોડી રાત્રે પણ પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેની પહેલા ગુરુવારે સુરક્ષાબળોએ આતંકવાદ પર આકરો પ્રહાર કરતા પાકિસ્તાનના ષડયંત્રોને નાકામ કરી દીધા હતા. સેનાએ એલઓસી પાસે આવેલ ઉરી સેક્ટરમાં હથિયારો જપ્ત કર્યા હતા.












Click it and Unblock the Notifications
