જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રગદ સુગન વિસ્તામાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રગદ સુગન વિસ્તામાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. માહિતી અનુસાર સુરક્ષાકર્મીઓને એ વાતની સૂચના મળી હતી કે વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા છે ત્યારબાદ સેનાએ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકીઓ તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. જેનો સુરક્ષાકર્મીઓ જવાબ આપી રહ્યા છે. આ પહેલા ગુરુવારે પણ જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર મારી દીધા હતા.

J&K encounter

પોલિસ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે અમુક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી બાદ સુરક્ષાબળોએ કૉર્ડન એન્ડ સર્ચ ઑપરેશન ચલાવ્યુ હતુ. સોપોર વિસ્તારમાં સાવચેતી રૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. મંગળવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકી ઠાર મરાયા હતા. કોકરેનાગમાં થયેલા આ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ જે બે આતંકીઓને ઠાર કર્યા તેમાં એક આતંકી પાકિસ્તાની હતો.

આતંકીઓ પાસેથી ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો. 23 મેના રોજ પુલવામામાં એક એનકાઉન્ટર થયુ હતુ. પુલવામાના ત્રાલમાં થયેલા આ એનકાઉન્ટરમાં અલ કાયદાના સંગઠન અંસાર ગજવાલ ઉલ હિંદના પ્રમુખ અને મોસ્ટ વૉન્ટેડ આતંકી જાકિર મૂસા માર્યો ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X