Bandipora Encounter : બે આંતકીની મોત, 2 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં બાંદીપુરમાં સેના અને આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. જેમાં બે આંતકીઓની મોત થઇ અને સેનાના બે જવાનો શહીદ થયા. ત્યારે આ અંગે વધુ જાણો અહીં.

જમ્મુ કાશ્મીરમાં આંતકીઓની વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ બાંદીપુરામાં સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં પ્રાપ્ત જાણકારી મુજબ સેનાએ બે આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ પણ એન્કાઉન્ટર ચાલુ છે. જો કે હજી ઘટના સ્થળે કેટલા આતંકીઓ છે તે વાતની સ્પષ્ટતા નથી થઇ. તો બીજી તરફ આંતકીઓ સાથેના આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો પણ શહીદ થયા છે. નોંધનીય છે કે સોમવારે પણ સેનાએ હિઝબુલના કમાન્ડર અને જૈશ એ મોહમ્મદના લીડર જાહિરને એન્કાઉન્ટરમાં મારી નાંખ્યો હતો. અને તે પહેલા 9 ઓક્ટોબરે એનકાઉન્ટરમાં જૈશ એ મહોમ્મદના કમાન્ડર ઉમર ખાલિદને પણ કાશ્મીરમાં સેના દ્વારા મારી નાંખવામાં આવ્યો હતો.

jammu kashmir army

જમ્મુ કાશ્મીર પોલીસના ડિજી એસપી વૈદે જણાવ્યું કે આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં સેના અને પોલીસને મોટી સફળતા મળી રહી છે. અમે સતત આંતકીઓ પર નજર બનાવી રાખી છે. અને અમે તેમના કાવતરાંને અંજામ આપવા નથી દેતા. તો બીજી તરફ આંકડા પર નજર કરીએ તો જાન્યુવારી મહિનાથી સેનાએ હિજબુલ મુઝાહિદ્દીન, લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદના એક ડઝન જેટલા આંતકીઓને મારી નાંખ્યા છે. જેમાં અબ્દૂલ કયૂમ નજર પણ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X