રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના ચરણ સ્પર્શવાની કોશિશ કરનાર એન્જિનિયર સસ્પેન્ડ

રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરનાર એન્જિનિયર સસ્પેન્ડ.

જોધપુરઃ ચાર જાન્યુઆરીના એક કાર્યક્રમ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સુરક્ષા પ્રોટોકૉલનુ ઉલ્લંઘન કરવા અને તેમના ચરણ સ્પર્શવાની કોશિશ કરવા મામલે રાજસ્થાન સરકારની એક એન્જિનિયરને શુક્રવારે સસ્પેન્ડ કરી દેવામાં આવી. ગૃહ મંત્રાલયના હસ્તક્ષેપ પછી પલ્બિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગે એ એન્જિયરને સસ્પેન્ડ કરી દીધો હતો.

Draupadi Murmu

વિભાગના મુખ્ય એન્જિયર(પ્રશાસન)ના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે વિભાગની જુનિયર એન્જિનિયર અંબા સિઓલે ચાર જાન્યુઆરીએ રોહેતમાં સ્કાઉટ ગાઈડ જંબોરીના ઉદઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના પગને સ્પર્શવાની કોશિશ કરી પ્રોટોકૉલ તોડ્યો છે માટે તેમને રાજસ્થાન લોક સેવા નિયમો હેઠળ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અંબા સિઓલ પાણીની વ્યવસ્થા જોવા માટે સ્થળ પર હતી. પરંતુ રાષ્ટ્રપતિના સુરક્ષા ઘેરાને તોડીને, તે રાષ્ટ્રપતિના સ્વાગત માટે ત્યાં હાજર રહેલા અધિકારીઓની આગળની હરોળ સુધી પહોંચવામાં સફળ થઈ ગઈ. તેણે આગળ વધીને રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓએ તેને અટકાવી. સ્થાનિક પોલીસે પૂછપરછ બાદ તેને છોડી દીધી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને રાષ્ટ્રપતિની સુરક્ષામાં ગંભીર ખામી ગણીને ગંભીરતાથી લીધી હતી અને રાજસ્થાન પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X