For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFOએ ડિજિટલ સિગ્નેચર માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું

|
Google Oneindia Gujarati News

epfo
નવી દિલ્હી, 26 જુલાઇ : પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ના ખાતાને ઓનલાઇન ટ્રાન્સફર કરવાની સુવિધા માટે કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઇપીએફઓ)એ ડિજિટલ હસ્તાક્ષર માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે.

આ અંગે ગુરુવારે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર અનુસાર ઇપીએફઓએ પોતાની 120 ફીલ્ડ ઓફિસોમાં આ કામ માટે નોડલ ઓફિસરને નિયુક્ત કરવાના આદેશ આપ્યો છે.

કર્મચારીઓ ઇપીએફઓની વેબસાઇટ www.epfindia.gov.in પર ઓનલાઇન ક્લેમ પોર્ટલ (ઓટીસીપી)ની સુવિધાથી પણ ડિજિટલ હસ્તાક્ષર અપલોડ કરી શકે છે. ઇપીએફઓના જણાવ્યા અનુસાર પીએફના ઓનલાઇન ટ્રાન્સફરની સફળતા એ બાબત પર નિર્ભર કરે છે કે કેટલા નિયુક્તા ડિજિટલ હસ્તાક્ષર માટે રજિસ્ટ્રેશન કરાવે છે. કારણ કે ઓનલાઇન ટ્રાન્સફર માટે આ જરૂરી શરત છે.

આ દિશામાં પ્રથમ પગલું ભરતા પાછલા મહિને સંગઠને સંશોધિત ટ્રાન્સફર ફોર્મનું અનાવરણ કર્યું હતું. આવતા મહિના સુધીમાં ઇપીએફઓ ઓનલાઇન પીએફ ટ્રાન્સફર ક્લેમની સુવિધાને શરૂ કરી શકે છે. આ સુવિધાની મદદથી નોકરી બદલ્યા બાદ કર્મચારી પોતાના નવા નોકરીદાતા મારફતે ઓનલાઇન પીએફ ટ્રાન્સફર માટે અરજી કરી શકે છે.

English summary
EPFO Started registration for digital signature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X