રામગોપાલ યાદવને પગે લાગ્યાં એટાના એસએસપી

લખનૌથી 250 કિમી દૂર એટાના જિલ્લા પંચાયત પરિસરમાં આઇ કેમ્પ લાગ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનીને આવેલા રામગોપાલ યાદવ જેવા કારમાંથી ઉતર્યા કે તુરત ડ્યૂટી પર તૈનાત પોલીસે વરદી પહેરીને એસએસપી અજય મોહન તેને પગે લાગ્યા હતા.
યૂપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર છે. પાર્ટી મહાસચિવ રામગોપાલ યાદવ યૂપી સરકારમાં કોઇ પદ પર નથી, તે રાજ્યસભામાં સાંસદ છે. તે સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવના ભાઇ છે. નેતાની હેસિયતથી સમાજવાદી પાર્ટીના નેતા અને કાર્યકર્તા તેમને પગે લાગી શકે છે, પરંતુ એસએસપી રેન્કે પોલીસ અધિકારી પણ તેમને પગે લાગે તે બબાલ મચે તે સ્વાભાવિક છે. કોંગ્રેસે તેને ચાપલુસાઇ ગણાવી છે.
રામગોપાલ યાદવે પગે લાગવા અંગે તો કંઇ કહ્યું નહી, પરંતુ યૂપીમાં અધિકારીઓને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાની જેમ કામ કરવાની વાતને સાચી ઠેરવી છે.












Click it and Unblock the Notifications
