For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચાર કરવામાં યુરોપ અને આફ્રિકાના દેશો ભારતથી પણ આગળ

|
Google Oneindia Gujarati News

corruption
નવી દિલ્હી, 28 મે : ભારતમાં ચોતરફથી ભ્રષ્ટાચાર અને કૌભાંડોની બૂમ ઉઠી છે. સૌ કોઇ એમ માને છે કે ભારત વિશ્વમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર આચરતો દેશ બની ગયો છે. પણ હકીકત જુદી છે. આપણા કરતા પણ કેટલાય દેશો વેપારમાં ભ્રષ્‍ટાચારમાં આગળ છે. જાણીતી પ્રોફેશનલ સર્ર્વિસ ફર્મ અન્સ્ટ એન્‍ડ યંગના એક સર્વેમાં જાણવા મળ્‍યું છે કે ભારત સાથે સાથે યૂરોપ, મધ્‍ય પૂર્વ અને આફ્રિકાના કેટલાક દેશોમાં વેપારમાં ભ્રષ્‍ટાચારના મૂળીયા ઘણા જ ઉંડા છે.

ભારત કરતા વધુ લાંચ કે ભ્રષ્‍ટાચાર કેન્‍યા, ગ્રીસ, ક્રોએશિયા, પોર્ટુગલ, રુસ, ચેક ગણરાજ્‍ય, નાઇજીરિયા, મિષા, સ્‍લોવેકિયા, હંગરી, સર્બિયા, સ્‍લોવેનિયા અને યુક્રેન જેવા દેશોમાં છે. જ્‍યારે બ્રિટેન, આયર્લેન્‍ડ, જર્મની, ફ્રાન્‍સ, સાઉદી અરબ, હોલેન્‍ડમાં આ ટકાવારી ભારત કરતા ઓછી છે. સર્વેમાં એ પણ જાણવા મળ્‍યું કે મોટાભાગના ક્ષેત્રો આ પ્રકારની ગેરકાયદેસર વેપાર પદ્ધતિમાં ટોચ પર છે.

વિશ્વના કુલ 36 દેશોમાં 3000 બોર્ડ સદસ્‍યો, એક્ઝિક્યુટિવસ, મેનેજરો તથા તેની ટીમ પર કરવામાં આવેલા સર્વે 2013માં જણાવવામાં આવ્‍યું છે કે, લાંચ કે ભ્રષ્‍ટાચાર મોટા પાયે ફેલાયેલા છે. ઝડપથી વિકસી રહેલા બજારમાં 67% લોકો તથા પરિપક્‍વ બજારમાં 33% લોકો એવું વિચારે છે કે આ પ્રકારની ગેરકાયદેસર પદ્ધતિ તેના દેશોમાં જારી છે.

વેપાર અને લાંચ અને ભ્રષ્‍ટાચારનો સામનો કરવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવ્‍યા, પરંતુ લોકો આ પ્રકારની ચીજોને સ્‍વીકાર્ય માને છે. કેટલીક સંસ્‍થાઓમાં 17% લોકોએ કહ્યું કે, વેપારને ચાલુ રાખવા માટે તેમને ખાનગી રીતે ભેટ-સોગાદ અને સેવાઓની ઓફર કરવામાં આવે છે. સર્વેમાં 16% લોકોએ જણાવ્‍યું કે, તેઓને રોકડા આપવામાં આવે છે. તો 13% લોકોએ કહ્યુ કે, તેને મનોરંજનની ઓફર કરવામાં આવે છે. 4% લોકોએ બતાવ્‍યું કે, કંપનીના આર્થિક પ્રદર્શનને જાણી જોઇને ખોટું દર્શાવવામાં આવે છે. તો વળી 13% લોકોએ આ અંગે કહ્યુ કે, તેઓ કંઇ જ જાણતા નથી, જ્‍યારે 48% લોકોએ આમાંથી એક હકીકત સ્‍વીકારી છે.

English summary
Europe and African countries has more corruption than India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X