For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રાઃ વરસાદ, ભૂસ્ખલનના કારણે 18 હજાર યાત્રાળુ ફસાયા, સેનાએ લોન્ચ કર્યુ રાહત ઓપરેશન

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રાને શુક્રવારે પણ આગળ જવાની પરવાનગી મળી નહિ. જો કે અમુક યાત્રાળુઓને પહેલગામથી રવાના કરવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રાને શુક્રવારે પણ આગળ જવાની પરવાનગી મળી નહિ. જો કે અમુક યાત્રાળુઓને પહેલગામથી રવાના કરવામાં આવ્યા હતા. સતત વરસી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે બાલટાલ ટ્રેક પર ભારે નુકશાન થયુ છે. જેના કારણે બાલટાલ માર્ગથી યાત્રાને બંધ કરવામાં આવી છે. આના કારણે લગભગ 18 હજાર યાત્રાળુઓ ઘણી જગ્યાએ ફસાયેલા છે.

બાલટાલ બેઝ કેમ્પમાં લગભગ 18 હજાર યાત્રાળુ ફસાયા

બાલટાલ બેઝ કેમ્પમાં લગભગ 18 હજાર યાત્રાળુ ફસાયા

બાલટાલ બેઝ કેમ્પમાં હજુ પણ લગભગ 18 હજાર યાત્રાળુ ફસાયેલા છે. હજારો શિવભક્તો દર્શન કર્યા વિના પાછા આવ્યા છે. વળી, આધાર શિબિર જમ્મુના બીજા દિવસે પણ શ્રધ્ધાળુઓનો જત્થો મોકલવામાં આવ્યો નહિ. રાજ્યપાલના નિર્દેશ પર શ્રી અમરનાથા શ્રાઈન બોર્ડ ઉમંગ નારોલના સીઈઓએ ભારતીય વાયુસેનાના 3 વિમાનોની મદદથષી પંજતરની અને બતટાલની વચ્ચે ફસાયેલા યાત્રીઓને બચાવવા માટે રાહત ઓપરેશન લોન્ચ કર્યુ છે.

બાલટાલ ટ્રેક ઘણી જગ્યાએ ક્ષતિગ્રસ્ત

બાલટાલ ટ્રેક ઘણી જગ્યાએ ક્ષતિગ્રસ્ત

ડિવિઝનલ કમિશ્નર સંજીવ શર્માએ જાણકારી આપતા કહ્યુ કે અમરનાથ યાત્રા દરમિયાન બધી ધર્મશાળાઓમાં સુરક્ષા અને સાફ-સફાઈની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રોમાં ઓછામાં ઓછા 10,000 તીર્થયાત્રીઓ છે. બધા યાત્રીઓ સુરક્ષિત છે. વળી, બાલટાલમાં હવામાન પણ હવે સાફ હતુ. પરંતુ ટ્રેક ઘણી જગ્યાએ ક્ષતિગ્રસ્ત થવાના કારણે શ્રધ્ધાળુઓનો જત્થો યાત્રા માટે મોકલવામાં આવ્યો નથી. નીલગ્રથથી પવિત્ર ગુફા સુધી બાલટાલ હવાઈ ટ્રેક ચાપર સેવાથી 1314 શ્રધ્ધાળુ પહોંચ્યા. રાહતની વાત એ છે કે યાત્રા પહેલગામવાળા માર્ગથી ચાલુ છે. શ્રધ્ધાળુઓને આ રૂટ પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

આધાર શિબિર ભગવતી નગરમાં શ્રધ્ધાળુઓને નો એન્ટ્રી

આધાર શિબિર ભગવતી નગરમાં શ્રધ્ધાળુઓને નો એન્ટ્રી

આ વર્ષે શ્રી અમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક તીર્થયાત્રામાં ભાગ લેનારા તીર્થયાત્રીઓની સંખ્યા પણ 73023 નો આંકડો પાર કરી ગઈ છે. આ તરફ યાત્રાને સતત રોકવામાં આવ્યા બાદ જમ્મુના આધાર શિબિર ભગવતી નગરમાં શ્રધ્ધાળુઓને નો એન્ટ્રી કરી દેવામાં આવી છે.

English summary
evacuation rescue operations were launched for amarnath pilgrims by Air Force in jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X