હું જેલમાંથી ચૂંટણી લડીશ તો પણ આમ આદમી પાર્ટીને મળશે તમામ 70 બેઠકો, અરવિંદ કેજરીવાલનો દાવો
Arvind Kejriwal, Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના 5 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ દિલ્હીની તમામ સાત બેઠકો સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન થશે. વોટિંગ પહેલા એટલે કે શુક્રવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણા મહત્વના દાવા કર્યા છે.
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જો તેઓ આગામી વિધાનસભા ચૂંટણી સુધી જેલમાં રહેશે, તો તેમની પાર્ટી દિલ્હીમાં 70માંથી 70 સીટો જીતશે.
ઈન્ડિયા ટુડે ટીવીના અહેવાલ મુજબ, અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે, જો તેઓ જેલમાં રહેશે, તો શું તેમની પત્ની સુનીતા કેજરીવાલ દિલ્હીમાં ચૂંટણી લડશે? ચાલો જાણીએ કે જવાબ શું હતો?
અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો કે, તેઓ ચૂંટણી નહીં લડે. જો તેઓ મને જેલમાં રાખશે, તો હું ત્યાંથી ચૂંટણી લડીશ અને મને વિશ્વાસ છે કે અમે 70 માંથી 70 બેઠકો જીતીશું. જનતા જવાબ આપશે. અમારા તમામ ધારાસભ્યોને જેલમાં નાખો અને દિલ્હીમાં મતદાન થવા દો. શું તેઓ માને છે કે, જમતા મૂર્ખ છે? લોકો બધું જોઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલને વધુમાં પૂછવામાં આવ્યું કે, દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં ગયા પછી પણ તેમણે મુખ્યમંત્રી પદ કેમ છોડ્યું નહીં. તેના પર તેમણે કહ્યું કે, મોદીજી આ જ ઈચ્છે છે. તેઓ જાણે છે કે તે મને દિલ્હીમાં હરાવી નહીં શકે અને તેથી આ આખું કાવતરું ઘડવામાં આવ્યું છે. જો હું રાજીનામું આપીશ, તો પછીનું લક્ષ્ય બંગાળમાં મમતા બેનર્જી, કેરળમાં પિનરાઈ વિજયન, તામિલનાડુમાં એમકે સ્ટાલિન વગેરે હશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ (ભાજપ) વિપક્ષી નેતાઓની ધરપકડ કરવા અને તેમની સરકારને તોડી પાડવા માંગે છે. AAP સુપ્રીમોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ સત્તા માટે ઝંખતા નથી, પરંતુ જો તેઓ રાજીનામું આપશે તો તેનાથી લોકશાહીને નુકસાન થશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હું સત્તાનો ભૂખ્યો નથી. ઝૂંપડપટ્ટીમાં કામ કરવા માટે મેં આવકવેરા કમિશનરનું પદ છોડી દીધું હતું. મેં 49 દિવસ પછી 2013માં સરકાર છોડી દીધી હતી, પરંતુ આ અમારા સંઘર્ષનો એક ભાગ છે કે, હું આ વખતે મુખ્યમંત્રી પદ છોડવાનો નથી.












Click it and Unblock the Notifications
