For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં રોજ 84 રેપ, મહિલા સામેના ગુનાઓમાં યુપી પહેલા નંબરે: NCRB

NCRBના રિપોર્ટમાં દેશમાં મહિલાઓ સામે થતા ગુનાના આંકડા ચોંકાવનારા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાથરસમાં થયેલી ગેંગરેપ અને મર્ડરની બીભત્સ ઘટનાથી આખો દેશ હલી ગયો છે. ઘટના બાદથી આખા દેશમાં આક્રોશ છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરોએ પોતાનો વાર્ષિક રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે. NCRBના રિપોર્ટમાં દેશમાં મહિલાઓ સામે થતા ગુનાના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 2019માં રોજ 84 દુષ્કર્મના કેસ નોંધાયા છે. દેશમાં દુષ્કર્મના કેસ અટકવાનુ નામ નથી લેતા.

2019માં રેપના 32,033 કેસ નોંધવામાં આવ્યા

2019માં રેપના 32,033 કેસ નોંધવામાં આવ્યા

નેશનલ ક્રાઈમ બ્યુરો(NCRB)ના જણાવ્યા મુજબ 2018ની સરખામણીએ 2019માં દેશમાં રેપના કેસોમાં 7 ટકાની વૃદ્ધિ થઈ છે. વર્ષ 2019માં દેશમાં દુષ્કર્મના રોજ 84 કેસ નોંધાયા. આંકડાઓમાંથી મળેલી માહિતી મુજબ 2019માં દેશમાં રેપના 32,033 કેસ નોંધવામાં આવ્યા છે. મહિલા ઉત્પીડન માટે નોંધાયેલ કુલ કેસોમાંથી 7 ટકા કેસ રેપના છે. વળી, વર્ષ 2018માંદ દેશભરમાં રેપના 33,356 કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે 2017માં દુષ્કર્મની 32,559 ઘટના બની હતી. વળી, રેપ અને ગેંગરેપ બાદ હત્યાા 283 કેસ નોંધવામાં આવ્યા. આમાં સૌથી વધુ 47 મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 34 કેસ છે.

મહિલા ઉત્પીડન કેસમાં 7 ટકા વૃદ્ધિ

મહિલા ઉત્પીડન કેસમાં 7 ટકા વૃદ્ધિ

મહિલા ઉત્પીડનના કેસમાં 2018ની સરખામણીએ 2019માં 7.3 ટકાની વૃદ્ધિ થઈ છે. તમને જણાવી દઈએ કે દલિત ઉત્પીડનના કેસોમાંપણ 7 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2018માં દેશભરમાં મહિલા ઉત્પીડનના 3,78,236 કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે 2019માં મહિલા ઉત્પીડનના કેસોની સંખ્યા વધીને 4,05,861 થઈ ગઈ. મહિલા ઉત્પીડન સાથે જોડાયેલ સૌથી વધુ કેસ (30.9 ટકા) પતિ કે સંબંધીઓ દ્વારા હિંસાના છે. બીજા નંબરે મહિલા સાથે મારપીટના કેસ(21.8 ટકા) છે. ત્યારબાદ મહિલાઓના અપહરણ(17.9 ટકા) અને રેપ(7.9 ટકા)ના કેસ છે. 2019માં પ્રતિ એક લાખ મહિલાઓ પર 62.4 ઉત્પીડનના કેસ નોંધવામાં આવ્યા.

મહિલાઓ સામેના ગુનામાં યુપી નંબર -1

મહિલાઓ સામેના ગુનામાં યુપી નંબર -1

કુલ સંખ્યાના આધારે જોવામાં આવે તો મહિલા ગુનાઓ મામલે ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. યુપીમાં મહિલા ઉત્પીડનના 59,853 કેસ નોંધવામાં આવ્યા છે કે જે કુલ કેા 14.7 ટકા છે. ત્યારબાદ રાજસ્થાનનો નંબર છે જ્યાં 41,550 કેસ સામે આવ્યા છે જ્યારે 37,144 કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. અસમમાં મહિલા ઉત્પીડનનો દર સૌથી વધુ 177.8(પ્રતિ એક લાખ વસ્તી પર)જ્યારે રાજસ્થાન(110.4) બીજા અને હરિયાણામાં (108.5) ત્રીજા નંબરે છે.

યુપીમાં થયો સૌથી વધુ બાળકીઓ સાથે ગુનો

યુપીમાં થયો સૌથી વધુ બાળકીઓ સાથે ગુનો

બાળકીઓ સાથે થતા ગુનાઓમાં પણ ઉત્તર પ્રદેશનો નંબર પહેલો છે. 2019માં રાજ્યમાં બાળકીઓ સાથે થતા ગુના હેઠળ નોંધાતા પૉક્સો એકટ હેઠળ 7,444 કેસ નોંધવામાં આવ્યા. વળી, બીજા નંબરે મહારાષ્ટ્ર(6402) અને મધ્ય પ્રદેશ(6053) ત્રીજા નંબરે છે. દહેજના કેસોમાં યુપી 2.2ના દરથી (પ્રતિ એક લાખ પર) પહેલા નંબરે(2410) પર છે જ્યારે બિહાર(1120)નો નંબર બીજો છે. 2019માં દેશમાં એસિડ એટેકના 150 કેસ નોંધવામાં આવ્યા જેમાં 42 યુપીમાં જ્યારે 36 કેસ પશ્ચિમ બંગાળમાં થયા છે.

મુંબઈઃ ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે બજારમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળેમુંબઈઃ ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે બજારમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

English summary
Every day 84 rape case registered in india says NCRB data.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X