દિલ્લી ચૂંટણીઃ ઝીરો મેળવનાર કોંગ્રેસ નેતાએ કેજરીવાલને પાઠવ્યા અભિનંદન

દિલ્લીમાં સરકાર આમ આદમી પાર્ટીની જ બનતી દેખાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનુ નિવેદન સામે આવ્યુ છે.

દિલ્લીના ચૂંટણી રણમાં આમ આદમી પાર્ટી એક વાર ફરીથી સિકંદર બનતી દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધા રુઝાનોમાં 50 સીટોને પાર પહોંચી ગઈ છે. વળી, ભાજપ 15ના આંકડા સુધી જતી દેખાઈ રહી છે. જો કે સરકાર આમ આદમી પાર્ટીની જ બનતી દેખાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનુ નિવેદન સામે આવ્યુ છે. અધીર રંજને કહ્યુ કે બધા જાણતા હતા કે આમ આદમી પાર્ટી ત્રીજા વાર સત્તામાં વાપસી કરશે. તેમણે પોતાની પાર્ટીની હાર પર કહ્યુ કે જો કે કોંગ્રેસની હારથી સાર સંદેશ નહિ જાય. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાંપ્રદાયિક એજન્ડા સામે આપીની જીત મહત્વપૂર્ણ છે. અધીર રંજને કેજરીવાલના સારા પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા.

ahdir ranjan chawdhry

આ પહેલા પણ અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, 'વિધાનસભા ચૂંટણીમાં જો આપ જીતી તો આ વિકાસ એજન્ડાની જીત હે અને ભારતીય જનતા પાર્ટીની હાર સાથે સાંપ્રદાયિક એજન્ડા ખતમ થઈ જશે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ, અમે આ ચૂંટણીને પોતાની પૂરી તાકાત સાથે લડી. આ ચૂંટણીમાં ભાજપે સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાની દરેક સંભવ કોશિશ કરી. વળી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ વિકાસના મુદ્દાને આગળ રાખ્યા. જો કેજરીવાલ જીત્યા તો વિકાસની જીત હશે.' સાથે જ તેમણે એ પણ કહ્યુ કે જો ભાજપ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં હારી જાય તો તેમને સાંપ્રદાયિક એજન્ડા ખતમ થઈ જશે.

તેમણે આગળ કહ્યુ, 'ભાજપે પોતાના બધા મોટા નેતાઓને આ ચૂંટણીમાં ઉતારી દીધા હતા અને તે બધા શાહીન બાગની બૂમો પાડી રહ્યા હતા. બીજી તરફ અરવિંદ કેજરીવાલ મોહલ્લા ક્લિનિક તેમજ પોતાના બીજા કામોને જનતા સામે રાખી રહ્યા હતા. કોંગ્રેસે જનતાએ એ સંદેશ આપવાની કોશિશ કરી કે દિલ્લીમાં લાંબા સમય સુધી રહેલા શીલા દીક્ષિતની સરકારે જ વિકાસ કર્યો હતો.' ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીના સરકાર બનાવવાના નિવેદન પર તેમણે કહ્યુ, 'આપણે બધા જાણીએ છીએ કે તે સારુ ગાય છે અને સારુ નાચે છે પરંતુ ચૂંટણી આનાથી ઘણી અલગ હોય છે. તે દિવસમાં સપના જોઈ શકે છે, તે એમનો મૌલિક અધિકાર છે પરંતુ તેમનુ સપનુ સપનુ જ રહેશે. દિલ્લીમાં ભાજપ નહિ જીતે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X