હેલિકોપ્ટર સોદો: પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીને આપવામાં આવી હતી લાંચ ?

એક અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર 64 પેજના પોતાના રિપોર્ટમાં તપાસકર્તાઓએ એસ પી ત્યાગીના નામનો ખુલાસો કર્યો હતો. ભારતીય રક્ષા મંત્રાલાયે આ મામલે તપાસના આદેશનો આદેશ આપ્યો હતો. જો એ વાતનો ખુલાસો કરવામાં નથી આવ્યો કે 4 હજાર કરોડના આ સોદામાં એસ પી ત્યાગીને કેટલી રકમ આપવામાં આવી છે. જો કે એસ પી ત્યાગીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હેલિકોપ્ટરની ખરીદીમાં મારે કોઇ લેવાદેવા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ફિનમેક્કેનિકાના સીઇઓ ગિસેપ ઓર્સીની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. આ અંગેનો ખુલાસો થતાં જ ભારતની રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
શંકા એ પણ છે કે તે ભારત સરકારને ફિનમેકેનિકાની સહાયક કંપની અગસ્તાવેસ્ટલેંડ દ્રારા નિર્મિત 12 હેલિકોપ્ટર વેચવાના સંબંધમાં લાંચ આપવાના મુદ્દે સામેલ છે. એજન્સીના અનુસાર ફરિયાદપક્ષને સંદેહ છે કે 'અગસ્તાવેસ્ટલેંડ'ને સોદો અપાવવા માટે લગભગ પાંચ કરોડ યૂરો (લગભગ 362 કરોડ રૂપિયા) સોદાની 10 ટકા રકમ લાંચરૂપે આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
