સેનાના નિવૃત્ત અધિકારીની દરિંદગી, પત્નીના કર્યા 100 કટકા
ભુવનેશ્વર, 22 જૂનઃ ઓરિસ્સામાં સેનાના એક નિવૃત્ત અધિકારીએ પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી છે, તેણે પત્નીના શરીરના 100 કટકા કરી નાંખ્યા હતા, તે ઘણા દિવસથી પત્નીના મૃતદેહને ઠેકાણે લગાવવા મથી રહ્યો હતો, પરંતુ ઝડપાઇ ગયો. આ સનસનીખેઝ વારદાત 15 દિવસ પહેલા ઘટી હતી, જેની જાણ ગત રાત્રે થઇ. પોલીસે સેનાના આ પૂર્વ અધિકારીની પૂછપરછ કરીના જાણવાનો પ્રયત્ન કર્યો છે કે, તેણે આવી હિંસક વારદાત શા માટે કરી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર, સોમનાથ પરિદા નામના સેનાના આ પૂર્વ અધિકારીની નયાપલ્લીમાં ધરપકડ કરવામાં આવી. તેણે પોતાનો ગુન્હો સ્વિકારી લીધો છે. ડીસીપી નિતિન સિંહે જણાવ્યું કે, સોમનાથની પત્ની ઉસાશ્રીના શરીરના અંગ ઘરમાં એક ડબ્બામાંથી મળ્યા, જે સડી ગયા હતા.

સંબંધીએ કર્યો મામલાનો ખુલાસો
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સોમનાથના એક સંબંધી તેના ઘરે પહોંચ્યા હતા. માહિતી અનુસાર સોમનાથના અમેરિકામાં રહેતા પુત્રએ અનેકવાર ફોન કર્યા પરંતુ કોઇ ઘરે ફોન ઉપાડ્યો નહીં, ત્યારબાદ તેણે પોતાના એક સંબંધીને પિતાના ઘરે મોકલ્યા.

સંબંધીએ ડબ્બા પડેલું સડેલું શરીર જોયું
આ સંબંધી જ્યારે સોમનાથના ઘરે પહોંચ્યા તો તેને ત્યાની સ્થિતિ અજીબ લાગી. ઘરમાં દુર્ગંધ આવી રહી હતી. તેણે જ્યારે ઉસાશ્રી અંગે પૂછ્યું તો સોમનાથ કારણો જણાવવા લાગ્યો. ત્યારે તેની નજર એક ડબ્બા પર પડી. તેમાં શરીરના સડેલા અંગો પડ્યાં હતા. ત્યારબાદ આ સંબંધીએ પોલીસને જાણ કરી હતી.












Click it and Unblock the Notifications
